fbpx
અમરેલી

ચલાલામાં રાજકોટની યુવતી આવી પહોંચીને 181ની મદદ માંગી

યુવતીએ 181માં ફોન કર્યો કે હું જે વ્‍યકિતને પ્રેમ કરૂં છું તેની જાણ તે વ્‍યકિતના માતા-પિતાને થઈ ગઈ છે. જેથી તે વ્‍યકિત મને તરછોડી તેમજ પ્રેમમાં દગો આપી તે વ્‍યકિત તેના માતા-પિતા પાસે પરત જતો રહૃાો છે તેમજ તેને તેનો ફોન તમે જ સોશ્‍યલ મીડિયાનાં તમમ કોન્‍ટેક બંધ કરી દીધા છે. જેથી તેઓને શોધવા તેના સાથે લગ્ન કરવા માટે ચલાલા ગામમાં તે વ્‍યકિતનાં વિસ્‍તારમાં આવેલ છે તે વ્‍યકિત નહી  મળે તો હું મરી જઈશ જેથી મારી મદદ કરો.

જેથી ફોન આવતાની સાથે તુરંત જ ફરજ પરના કાઉન્‍સેલર પરમાર હીના સ્‍થળ પરપહોંચી ગયા હતા. ત્‍યારબાદ યુવતીને વિશ્‍વાસમાં લઈને પરામર્શ કરતા જાણવા મળેલ કે યુવતીની ઉંમર ર0 વર્ષ હોય ને તેઓ રાજકોટ અભ્‍યાસ કરતા હોય ને અમરેલીનો વ્‍યકિત ત્‍યાં નોકરી કરતો હોય ને બંનેની સોશ્‍યલ મીડિયાનાં માઘ્‍યમથી મુલાકાત થતાં બંનેને પ્રેમ થઈ ગયેલ. છેલ્‍લા 1 વર્ષથી બંને એક બીજાના પ્રેમમાં હોય તે બાબતે તે વ્‍યકિતના માતા-પિતાને જાણ થતાં તે વ્‍યકિત રાજકોટથી યુવતીને તરછોડી તેઓના માતા-પિતા પાસે આવી ગયેલ. આ બાબતે યુવતીના માતા-પિતાને પણ જાણ થઈ ગઈ હોય જેથી લગ્ન અથવા મૃત્‍યુ સિવાય તેઓ પાસે કોઈ રસ્‍તો ન હોય તેવું યુવતીને લાગે છે.

જેથી ટીમ ઘ્‍વારા આ યુવતીને ચલાલા પોલીસ સ્‍ટેશનમાં લઈ જઈ યોગ્‍ય સમજણ આપવામાં આવેલ તેમજ તે વિસ્‍તારનાં એએસઆઈ લલિતભાઈ શ્રીમાળીની મદદ લઈ તે વ્‍યકિતને તથા તેઓના માતા-પિતાને બોલાવવામાં આવેલ તેમજ યુવતીના માતા-પિતાને જાણ કરી બોલાવવામાં આવેલ. ત્‍યારબાદ યુવકને બોલાવતા જાણવા મળેલ કે યુવકને યુવતી સાથે લગ્ન ના કરવા હોય તથા તેઓના પરિવાર યુવતીને સ્‍વીકારવા તૈયાર ના હોય જેથી કાઉન્‍સેલીંગ ઘ્‍વારા તે યુવકને કાયદાનું ભાન કરાવેલ તેમજ યુવતીને તેઓના ભવિષ્‍ય અંગે યોગ્‍ય સમજણ તેમજ તેમના ભવિષ્‍ય અંગે સમજણ આપેલ. જેથી તેઓની ભૂલ સમજાતા તેઓએ તેમનામાતા-પિતા પાસે માફી માંગતા યુવતીના પરિવારે જણાવેલ કે તેઓ તેમની દીકરના લગ્ન સમાજમાં પસંદગીપાત્ર તેમજ યોગ્‍ય વ્‍યકિત સાથે તેઓની દીકરીની મરજી પ્રમાણે કરાવશે. જેથી તે જાણી યુવતી તેના માતા-પિતા સાથે રાજીખુશીથી જવા તૈયાર થયેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/