અમરેલી જિલ્લાના વતનપ્રેમી એ શાંતાબા સીવીલ જનરલ હોસ્પીટલ અમરેલીને વહીવટી તંત્રની ઉપસ્થિતિમાં (50) ઓટો ઓકસીજન મશીન લોકાપર્ણ કર્યા
ભારત અને સમગ્ર વિશ્વમાં છેલ્લા સવાદોઢ વર્ષથી કોરોના રોગે ભરડો લીધો છે.ત્યારે અમરેલી જિલ્લાની વહારે અમેરીકા વસ્તા વતનપ્રેમીઓએ પ્રજાજનોની બીમારીમાં મદગાર થવા સૌરાષ્ટ્ર કલ્ચરલ સમાજ (યુ.એસ.એ) દ્રારા. શાંતાબા સીવીલ જનરલ હોસ્પીટલ અમરેલીને આજરોજ જિલ્લા કલેકટર સાહેબશ્રી આયુષઓકે,ડી.ડીઓ પરમાર સાહેબ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી પટેલ સાહેબ તથા સેવાભાવી સંસ્થાઓના મહાનુભાવોની હાજરીમાં (50) ઓટો ઓકસીજન મશીન લોકાપર્ણ કરેલ. આ અંગે અમેરીકા સ્થિત શ્રી પ્રવિણભાઇ પાનસુરીયા શ્રી મહેશભાઇ વેકરીયા ડો.અજયભાઇ નારોલા,ડો મનસુખભાઇ ધાડીયા,બાબુભાઇ સાવલીયા,મયુરભાઇ સાવલીયા,મયુરભાઇ રનોલીયા,ચતુરભાઇ કથીરીયા, હરેશભાઇ વાટલીયા,અને વતનપ્રેમી સૌના સહયોગ થી ઓટો ઓક્સીજન મશીન મોકલેલ જે સ્વીકારી માનનિય કલેકટર સાહેબે તમામ વતનપ્રેમીઓને અભિનંદન આપી આભાર ની લાગણી વ્યકત કરેલ,છે. આ અંગેનું સંકલન અમરેલી તાલુકાના સાજીયાવદર ગામમાં કે.જી.સાવલીયા માનવ સેવા ટ્રસ્ટના શ્રી એમ.કે.સાવલીયા તથા રોટરી કલબ ઓફ અમરેલીના પ્રમુખ વસંતભાઇ પેથાણી તથા તેમની ટીમે કરેલ.
Recent Comments