fbpx
અમરેલી

ભુરખિયા મંદિર ટ્રસ્ટ સંચાલિત ગામ વિકાસ સમિતિના સહયોગ થી કોવિડકેરમાંથી સાજા થઈ રજા લેતા દર્દી ઓને, વૃક્ષ ઉછેરની પ્રતિજ્ઞા, વૃક્ષના છોડ ઉપહાર તરીકે અપાયા.

દામનગર  પ્રસિદ્ધ યાત્રાધામ ભુરખિયા ખાતે  મારૂ ગામ કોરોના મુકત ગામ અભિયાન અંતર્ગત ભુરખીયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ સંચાલિત અને ભુરખીયા ગામ વિકાસ સમિતિ ના સહયોગ થી ચાલતા કોરોના આઈસોલેશન સેન્ટર માં સારવાર મેળવતા ચાર કોરોના દર્દીઓએ આજ કોરોના સામેની જંગમાં જીત મેળવી સાજા થઈ ઘરે જવા માટે રજા આપવામાં આવી. રજા મેળવતા દર્દીઓને ઉપહાર રૂપે વૃક્ષો ની ભેટ આપવામાં આવી. ભુરખીયા કોરોના આઈસોલેશન સેન્ટર પર સતત પોતાના સમય અને શક્તિ નું નિસ્વાર્થભાવે યોગદાન આપતા  ડો. મહેશ પરવડીયા અને ડો. સાગર જોષી, રાઘવ લેબોરેટરી ઢસા પિયુષભાઈ નિમાવત ના માર્ગદર્શન હેઠળ તેમજ ભુરખીયા ગામ વિકાસ સમિતિના સદસ્યો ચિરાગભાઈ (સદસ્યશ્રી લાઠી તાલુકા પંચાયત), સિંધવ દેવજીભાઈ, ત્રિવેદી વિમલભાઈ, ટાંક રમેશભાઈ, રાઠોડ પરેશભાઈ, રાઠોડ લાલજીભાઈ, ચાવડા મહેશભાઈ અને ગામના આગેવાનો અને યુવાનો સતત હાજરી આપી તમામ દર્દીઓને હિંમત વધારો કરવો દર્દીઓ માટે ભુરખીયા મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ તરફ થી મળતી ચા-પાણી, લીંબુ પાણી, ફ્રુટ જયુસ,બંને સમયે ભોજન આપવા તેમજ રીપોર્ટ કરાવવા સુધી ની સગવડ નિશુલ્ક સેવા પહોચતી કરવા મહત્વ નો ફાળો આપેલ છે. તમામ પ્રકારની દવાઓનો ખર્ચ ડો. મહેશ પરડીયા તરફ થી આપવામાં આવ્યો છે. કોરોના મહામારી માં અમુક હોસ્પિટલમાં મસમોટા બિલ સામાન્ય માણસ ની કમર તોડી રહ્યા હતા એ સમયે હોસ્પિટલમાં મળતી સેવા જેવી સેવા તદન ફ્રી પુરી પાડવામાં ભુરખીયા હનુમાનજી મંદિર અને ભુરખીયા ગામ વિકાસ સમિતિ માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડેલું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/