fbpx
અમરેલી

અમરેલી માર્કેટયાર્ડમાં તારીખ ર૪મી થી તમામ જણસીઓની હરરાજી શરૂ કરવામાં આવશે. વાહન ચાલક અને ખેડુત એમ ફકત બે વ્યકિતઓને પ્રવેશ આપવામાં આવશે.

અમરેલી માર્કેટયાર્ડમાં આગામી તારીખ ર૪–૦પ–ર૦ર૧ ને સોમવારથી તમામ જણસીઓની હરરાજીનું કામકાજ શરૂ કરવામાં આવશે. માર્કેટયાર્ડમાં ફકત વાહનમાં ભરેલ જણસીઓની જ હરરાજી કરવામાં આવશે અને વાહનચાલક તેમજ ખેડૂત એમ બે વ્યકિતઓને પ્રવેશ આપવામાં આવશે.

માર્કેટયાર્ડમાં આવતા તમામ લોકોએ સરકારશ્રીની કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપાલન કરવાનું રહેશે. કોરોના મહામારીનાં કારણે જીલ્લાનાં માર્કેટયાર્ડો બંધ કરવામાં આવ્યા હતા. જેથી ખેડૂતોને પોતાનું ખેત ઉત્પન્નનું વેચાણ થતુ ન હતુ. સરકારશ્રી દ્વારા હાલમાંજ માર્કેટયાર્ડો શરૂ કરવાની જાહેરાત થતા માર્કેટયાર્ડ અમરેલી પણ સોમવારથી શરૂ થઈ જશે. હાલમાં પણ કોરોના મહામારીનું સંક્રમણ થતુ હોય યાર્ડમાં પ્રવેશ કરતા તમામ લોકોએ માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે, માસ્ક પહેર્યા વગર યાર્ડમાં ફરનાર વ્યકિતને યાર્ડ બહાર કાઢી મુકવામાં આવશે અને દંડ પણ કરવામાં આવશે જેની દરેકે ખાસ નોંધ લેવા અનુરોધ છે.

તમામ જણસીઓની આવક તા.ર૩/૦પ/ર૦ર૧ ને રવિવારનાં સાંજનાં ૬–૦૦ વાગ્યાથી પ્રવેશ આપવામાં આવશે. તેમ માર્કેટયાર્ડ અમરેલીની અખબારયાદીમાં જણાવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/