દામનગર શહેરીજનોને પીવા લાયક પાણી મળશે ? પાલિકા તંત્રની બેદરકારી પીવાલાયક પાણી સાથે મોળું પાણી મિક્સ કરી વિતરણ કેમ? આરોગ્ય તંત્ર નમૂનાઓ લઈ તપાસ કરે તેવી માંગ.
દામનગર શહેર ની નગરપાલિકા ની બેદરકારી કે મનમાની શહેરીજનો મહિના ઓથી પીવા લાયક પાણી થી વંચિત રખાય રહ્યા છે રિપેરીગ ના નામે મીઠા પીવા ના પાણી સાથે મોળું પાણી મિક્સ કરી ને ક્યાં સુધી વિતરણ કરશે ? પીવા લાયક પાણી વિતરણ ક્યારે કરશે ? દામનગર પાલિકા તંત્ર દ્વારા ઘણા સમય થી પીવા લાયક પાણી વિતરણ બંધ કરાયું છે ભાંભળુ મોળું પાણી ક્યાં સુધી વિતરણ કરશે ? દામનગર શહેરી અને અનેકો ગ્રામ્ય વિસ્તાર ને ફ્લોરાઈડ યુક્ત શુદ્ધ પીવા નું પાણી મળી રહે તે માટે આશીર્વાદ રૂપ કાળુભાર પાણી પુરવઠા યોજના હેઠળ દામનગર શહેરી અને અનેકો ગ્રામ્ય માટે લાઈનો ઓવર હેડ હોવા છતાં મહિના ઓ સુધી તંત્ર ની મનમાની બેદરકારી એ પાલિકા ના પોતા ના મોળા પાણી ના દાર નું પાણી ઓવરહેડ માં ચડાવી ને વિતરણ કરી જન આરોગ્ય માટે જોખમ ઉભું કરે છે સ્થાનિક પાલિકા તંત્ર શહેરીજનો પાસે ખૂબ મોટો પાણી વેરો વસુલ કરી પછી મોળુ પાણી વિતરણ કેમ કરે છે ? મહિના ઓ સુધી રિપેરીગ ના નામે મીઠા પાણી સાથે મોળું પાણી મિક્સ કરી વિતરણ કરાય રહ્યું છે આ અંગે સબંધ કરતા તંત્ર એ યોગ્ય કાર્યવાહી કરી શહેરીજનો ને નિયમ કરેલ સમય દરમ્યાન પીવા લાયક પાણી મળે તેવી શહેર ભર માં થી માંગ ઉઠી રહી છે
Recent Comments