fbpx
અમરેલી

આફતની પરિસ્થિતિમાં પણ સોળે કળાએ ખીલી ઊઠેલી માનવતાની મહેક

અનાજની કીટ સ્વીકારવાનો ઇનકાર કરતાં ગ્રામજનો: પાણી વિતરણ માટે નવતર વ્યવસ્થા કરતા ગ્રામજનોઓઇલ એન્જિન માટે ગાંઠનું પેટ્રોલ આપતા ગ્રામજનો

તાઉતે વાવાઝોડાની આપત્તિજનક પરિસ્થિતિમાં અમરેલી જિલ્લાના નાગરિકોની માનવતા સોળે કળાએ મહોરી ઊઠી છે. સાવરકુંડલા તાલુકાના મેરીયાણા ગામના સરપંચ શ્રી કાળુભાઈ સુરતભાઈ પટગીરે ગામના નાગરિકોને પાણી પહોંચાડવા માટે નવતર વ્યવસ્થા હાથ ધરી છે. આ વિશે વાત કરતા શ્રી કાળુભાઈ ને જણાવ્યું હતું કે જે લોકો પાસે વાહનની વ્યવસ્થા છે એ લોકો ગામ બહાર આવેલા કુવામાંથી વાહન મારફતે પાણી લઇ આવે છે પરંતુ જે લોકો પાસે વાહન નથી તેઓ માટે એક મોટા ખુલ્લા ડમ્પરમાં પ્લાસ્ટિકના મોટા ખુલ્લા પાત્રમાં પાણી ભરી આવીએ છીએ, જેમાંથી ગામની બહેનો દીકરીઓ પોતાની ડોલથી રોજીંદા વપરાશનો પાણી ભરી શકે છે. અને અમને તેમને ઘરઆંગણે પાણી પહોંચાડવાનો અપાર સંતોષ મળે છે.આજ તાલુકાના જાંબુડા મઢડા ગામે સુરતથી અનાજની કીટ ભરેલો મોટો ટ્રક આવ્યો હતો, પરંતુ ગ્રામજનોએ વિનયપૂર્વક આ અનાજની કીટ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો અને જણાવ્યું હતું કે અમને આ અનાજની કીટની જરૂર નથી, જ્યાં વધારે જરૂર હોય ત્યાં તમે આ કિટ પહોંચાડશો તો અમને આનંદ થશે.

હાડીડા ગામે ઓઇલ એન્જીન મારફતે કુવામાંથી પાણી ખેંચીને પીપ ભરીને ગ્રામજનોને પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. આ ઓઇલ એન્જિન માટે ગામ લોકો પોતાના સ્વખર્ચે ઓઇલ ભરાવી આપે છે, અને પાણી લઇ આવતા ટ્રકમાં ગાંઠના ખર્ચે  ડીઝલ પણ પુરાવે છે.અમરેલી જિલ્લાના કાંઠાળ વિસ્તારોમાં તાઉતે નામના વાવાઝોડારૂપી આભ ફાટયું છે, ત્યારે ગ્રામજનો જે હાથમાં આવ્યું તે લઈને થીગડું મારવા મંડી પડ્યા છે એ જોતા આ આફતમાંથી વહેલાસર  ઉગરવાની આશા બળવત્તર બની છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/