fbpx
અમરેલી

વાવાઝોડાનું ”એપી સેન્ટર” કહી કશાય એવા જાફરાબાદના પીપળીકાંઠા વિસ્તારમાં ડો. કાનાબારની ટીમ દ્ધારા ૩૦૦ કીટોનું વિતરણ

”તાઉતે” વાવાઝોડું ગુજરાત પર ત્રાટકયું ત્યારે તેનો ”લેન્ડ ફોલ” જાફરાબાદ અને દીવ
વચ્ચેનો સાગર કાંઠો હતો લગભગ ૪પ કી.મી.ની ”આંખ” ૮ભથ્ભ્૯ ધરાવતા આ વાવાઝોડાથી
જાફરાબાદ, રાજુલા, ઉના, ગીરગઢડા, મહુવા અને અમરેલી જીલ્લાના સાવરકુંડલા, ખાંભા, ધારી અને
બગસરા તાલુકામાં વ્યાપક નુકશાન થયું છે.


આ વાવાઝોડું જયારે જમીન પર પ્રવેશયું તે જાફરાબાદના સાગરકાંઠાના દરિયાઈ
કાંઠાનો વિસ્તાર જેને વાવાઝોડાની સૌથી વધારે અસર થઈ હતી તે જાફરાબાદના પીપળી કાંઠા
વિસ્તારમાં મહતમ નુકશાન થયું હતું. આ વિસ્તારમાં રહેતા લગભગ પ હજાર સાગરખેડું લોકોનું ૧૭
મી મેના સાંજના સમયે ત્યાંના સ્થાનિક આગેવાનો અને પોલીસતંત્ર દ્ધારા સ્થળાંતર કરવામાં આવ્યું હતું
જેના કારણે મોટા પ્રમાણમાં જાનહાનિ ટાળી શકાય હતી. પરંતુ, સાગરકાંઠાના આ વિસ્તારના
રહેવાસીઓના કાંચા મકાનો અને ઝુંપડાઓને મહતમ નુકશાન થયું છે અને ઘણાં લોકોએ એમની સમગ્ર
ઘરવખરી ગુમાવી દીધી હતી.


આ વિસ્તારમાં ગઈકાલે ડો. ભરત કાનાબારની ટીમ દ્ધારા રેડક્રોસની ૩૦૦ કીટોનું
વિતરણ કરવામાં આવ્યું હતું. તાલપત્રી, રસોઈ કરવાના સ્ટીલના ર૦ વાસણોનો સેટ, ચાદર, ઓછાડ,
ટુવાલ, સાડી અને મચ્છરદાની સાથેની આ કીટોના વિતરણમાં, ડો. ભરત કાનાબાર સાથે જાફરાબાદ
ભાજપ અગ્રણી સરમણભાઈ બારૈયા, અમરેલી જીલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી રવુભાઈ ખુમાણ,
જીલ્લા ભાજપના મંત્રી ચેતનભાઈ શીયાળ, રાજુલા ભાજપ અગ્રણી કિશોરભાઈ રેણુકા, મયુરભાઈ દવે,
જીલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ મનુભાઈ ધાખડા, દીલીપભાઈ જોષી, જાફરાબાદ ભાજપ અગ્રણી
રમેશભાઈ ચુડાસમા, જાફરાબાદ ભાજપ અગ્રણી ભગુભાઈ સોલંકી, જીલ્લા ભાજપ મંત્રી જયેશભાઈ
ટાંક, વિપુલભાઈ ભટૃી, ચેતનભાઈ રાવળ, કમલેશભાઈ ગરાણીયા, નયનભાઈ જોષી (બેદી),
વિપુલભાઈ બોસમીયા, તુલસીભાઈ મકવાણા, હરેશભાઈ સાદરાણી તથા રેડક્રોસ વતી મધુભાઈ
આજુગીયા, વિપુલભાઈ રાદડીયા તથા અમિતભાઈ આ વિરતણ કાર્યમાં જોડાયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/