fbpx
અમરેલી

અમરેલી જીલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ અશોકભાઈ જોષી દ્વારા રાજુલા તાલુકામાં જનરેટર ફાળવણી કરતા હોમગાર્ડ જવાનો દ્વારા સોસાયટી,જરૂરિયાતમંદ લોકોને પાણી પહોંચાડવાના પ્રયાસ.

તાઉ તે વાવાઝોડા થી અમરેલી જિલ્લા ના દરિયાકાંઠા વિસ્તારમાં વીજળી પૂરવઠો બંધ થતાં રાજુલા વિસ્તારમાં પીવાના પાણી નો પ્રશ્ન ઉપસ્થિત થતા પૂર્વવત જીવન ધબકતું કરવા સરકારશ્રી  દ્વારા લોકો ને ઉપયોગી થવા અનેક કામગીરી અને અંને વિવિધ સંસ્થાઓ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે ત્યારેઆપત્તિ ની આ વેળા એ અમરેલી હોમ ગાર્ડ દળ ના જીલ્લા કમાન્ડન્ટ શ્રી અશોક જોષી દ્વારા રાજુલા હોમગાર્ડ યુનિટ ને જનરેટર ફાળવવામાં આવેલ. જેના ઉપયોગ થી રાજુલા હોમગાર્ડ યુનિટ ના જવાનો ગોંડલિયા, કાદરી તથા ધાખડા દ્વારા સોસાયટી તેમજ જરૂરિયાતમંદ લોકો ને હોમગાર્ડ જવાનો પાણી વિતરણ કરી રહ્યા હોવાનું રાજુલા હોમ ગાર્ડ યુનિટ ના ઇન્ચાર્જ ઑફિસર શ્રી અજયસિંહ ગોહિલ ની યાદી જણાવે છે.

Follow Me:

Related Posts