fbpx
અમરેલી

તાઉતે વાવાઝોડાના કારણે અમરેલી જીલ્લામાં ધરાશય થયેલ ફક્ત મકાનો માટે જ વગર પરમિશને અને રોયલ્ટી વગર છ મહિના રેતી ભરવા બાબતની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજૂઆત કરતા ધારાસભ્ય પ્રતાપ દુધાત.

હાલ કોરોના ની મહામારી વચ્ચે કુદરતી આફત  ગુજરાત પર આવેલ જેમાં ગત તારીખ ૧૭/૦૫/૨૦૨૧ ના રોજ “તાઉતે”વાવાઝોડા ને કારણે અમરેલી જીલ્લામાં મોટા પ્રમાણમાં નુકશાની થવા પામેલ છે. જેમાં સાવરકુંડલા ને લીલીયા તાલુકાના ગામોમાં મોટા પ્રમાણમાં લોકોના મકાનો ધરાશય થયેલ છે. અને લોકો ઘર વિહોણા બનેલ છે. તેઓની આર્થિક પરીસ્થિતિ ખુબજ નાજુક બનવા પામેલ હોય, . હાલ કોરોના ની મહામારી વચ્ચે સરકાર શ્રીની ગાઈડલાઈન્સ મુજબ રેતી પર પ્રતિબંધ હોય, જેથી રેતી લેવા માટે બહાર નાં જિલ્લા માંથી લાવવી પડતી હોય અને અને તે સામાન્ય લોકોને ખુબજ મોંઘી પડતી હોય, અને રેતી લઇ શકાય તેવી સ્થિતિ નાં હોય, અને લોકો કોરોનાની મહામારી અને ઓચિંતી આવી પડેલ કુદરતી આફત નાં સમયે લોકો ને પોતાના મકાનો ને પુનઃ સ્થાપન માટે રેતી મળી રહે તેવા શુભ આશ્ય થી ધારાસભ્ય દ્વારા લોકોને બનતી મહેનત કરવામાં આવી રહી છે. અને અમરેલી જીલ્લામાં શેત્રુજી અને નાની નદીઓ  માં મોટા પ્રમાણમાં રેતી પડેલ હોય,ત્યારે વાવાઝોડા નાં કારણે આમ લોકોના મકાનો ધરાશય થયેલ છે, તેવા લોકોને ફરી પુનઃ સ્થાપન માટે માત્ર મકાન બનાવવાના હેતુ માટે અને અન્ય હેતુ કે સ્ટોક રેતી નો કરે તો તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી પન મકાન બનાવવા અને રિપેર મકાન કરવા માટે નદીમાં રેતી ભરવા  માટે ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી શ્રી ને પત્ર પાઠવી ને રજૂઆત કરવામાં આવેલ છે જેથી આ કુદરતી આફત સામે લોકો પોતાના મકાન બનાવી પોતાનું ગુજરાન ચાલુ કરી શકે હાલમાં અમરેલી જિલ્લામાં ખૂબ જ રેતી નો ભાવ છે જેથી આ ભાવે ગરીબ કે મધ્યમ વર્ગના લોકો મકાન બનાવી શકે તેમ નથી એટલે જો શેત્રુજી અને અન્ય નાની નદીઓમાં ૬ મહિના સુધી વગર પરમિશન અને રોયલ્ટી વગર રેતી ભરવા આપે તો લોકોને પોતાનું ઘરનું ઘર જે કુદરતી આફત ગુમાવ્યું છે ત્યાં મકાન બનાવી શકે

Follow Me:

Related Posts