fbpx
અમરેલી

અમરેલી જિલ્‍લાનાં અસરગ્રસ્‍તોને મદદ કરો : અશ્‍વિન સાવલીયા

અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્‍લામાં વાવાઝોડાનાં કારણે ખેડૂતો, માલધારીઓને વ્‍યાપક પ્રમાણમાં નુકસાન થયું હોય ભાજપ અગ્રણી અને અમર ડેરીનાં ચેરમેન અશ્‍વિન સાવલીયાએ મુખ્‍યમંત્રીને પત્ર પાઠવીને મદદ કરવા માંગ કરેલ છે.

તેઓએ પત્રમાં જણાવેલ છે કે, તૌકતે વાવાઝોડાથી ગ્રામ્‍ય વિસ્‍તારની આસપાસમાં રહેણાંક વાડી વિસ્‍તારમાં લાઈટના થાંભલા અને વીજતાર પડી જવાથી વીજ પુરવઠો બંધ થયેલ છે. વાવાઝોડુ ગયાને 10 દિવસ જેટલો સમય થઈ ગયેલ છે રહેણાંક વાડી વિસ્‍તારમાં પાણીની ખૂબ તંગી સર્જાયેલ છે. માણસો અને પશુ, માલઢોરને પીવાના પાણીની ખૂબ જરૂરિયાત હોય તેવા સંજોગોને ઘ્‍યાનમાં લઈ ગ્રામ્‍ય વિસ્‍તારની આસપાસમાં રહેણાંક વાડી વિસ્‍તારમાં તાત્‍કાલીક અગ્રતાના ધોરણે લાઈટ શરૂ કરવી જરૂરી છે.

વધુમાંજણાવેલ છે કે, ખેડૂતોની વાડીમાં પપીંગ મશીન રૂમ, ઈલેકટ્રીક મોટર રૂમ તેમજ ખેડૂતોના વાડી-ખેતરોમાં બનાવેલ ગોડાઉનના પતરા ઉડી જવાથી અને ગોડાઉનની દીવાલો ધરાશાય થઈ જવાથી ખેડૂતોના ગોડાઉનમાં સંગ્રહ કરેલ માલ જેવા કે કપાસ, ચણા, ડુંગળી, ઘઉં, જીરૂ, તલ, મગફળી, મકાઈ, જુવાર, મગ વગેરે જેવા પાકા માલ-સામાનને ખૂબ મોટાપાયે નુકસાન થયેલ છે. જેમને ઘ્‍યાનમાં રાખી વાડી-ખેતરોમાં તાત્‍કાલીક સર્વે કરી થયેલ નુકસાનીનું વળતર આપવું જરૂરી છે.

વધુમાં જણાવેલ છે કે, ગીર ફોરેસ્‍ટ વિસ્‍તારમાં વસતા માલધારીઓને અતિ ભારે મુશ્‍કેલીનો સામનો કરવો પડયો હતો. તેમના રહેણાંક વિસ્‍તારમાં નળીયા અને પતરા ઉડી ગયેલ હોય અને અતિભારે પવન અને વરસાદનાં કારણે માલધારીઓએ રાતવાસો ઘાસનાં ઢગલામાં જઈને પોતાનો જીવ બચાવ્‍યો હતો. માલઢોર ઉપર ઝાડ પડવાથી ઘણા માલઢોરને નાની-મોટી ઈજાઓ થયેલ છે અને માલઢોરને ખવડાવવાના નીરણ, ઘાસચારો પલળી ગયેલ હોય અને વર્ષથી પેઢીઓ પરંપરાગત રહીને વસવાટ કરે છે. અને મોટાભાગના માલધારીઓ અમરેલી જિલ્‍લા સહકારી દૂધ ઉત્‍પાદક સંઘ લી. “અમર ડેરી”માં દૂધ ભરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય જેઓની સ્‍થિતિ ઉપર આભ અને નીચે ધરતી એ સિવાય રહેવા માટેની કોઈ વ્‍યવસ્‍થા ન હોય. જેથી માનવતાના ધોરણેગીરનેસડામાં વસતા માલધારીઓને કુદરતી આફતો સાથે માલધારીઓ પોતાના જીવ બચાવી શકે અને માલઢોરનાં ચારાનો સંગ્રહ કરી શકાય તે માટે અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ જિલ્‍લાનાં ગીર ફોરેસ્‍ટ વિસ્‍તારમાં વસતા માલધારીઓને પોતાના જીવ બચાવવા માટે રહેઠાણની જગ્‍યાએ પાકો રૂમ બાંધવા તેમજ પાકા રૂમની અગાશી ઉપર સોલાર મુકી આપવા માટે સ્‍પેશ્‍યલ પેકેજ મંજૂર કવું જરૂરી છે.

વધુમાં જણાવેલ છે કે, ગીર ફોરેસ્‍ટ વિસ્‍તારમાં વસ્‍તા માલધારીઓને અતિભારે મુશ્‍કેલીનો સામનો કરવો પડયો હતો. અતિભારે પવન અને વરસાદનાં કારણે માલઢોર ઉપર ઝાડ પડવાથી માલઢોરને નાની-મોટી ગંભીર ઈજાઓ થયેલ છે અને             માલઢોરને ખવડાવવાનાં નીરણ, ઘાસચારો સાવ પલળી ગયેલ છે. હાલ આ તમામ માલધારીઓનું કિંમતી પશુધન બચાવવા તાત્‍કાલીક વેટેનરી સારવાર આપી પોતાનું ગુજરાન ચલાવી શકે તે માટે અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ જિલ્‍લાના ગીર ફોરેસ્‍ટ વિસ્‍તારમાં વસ્‍તા માલધારીઓના માલઢોર માટે સત્‍વરે ઘાસચારાની વ્‍યવસ્‍થા કરી આપવા અંતમાં માંગ કરેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/