fbpx
અમરેલી

તાઉતે” વાવાઝોડા માં અમરેલી જીલ્લામાં તમામ પ્રકારનાં ટેક્ષ પાંચ વર્ષ માટે માફ કરવા PM અને CM ને રજૂઆત કરતા ધારાસભ્ય પ્રતાપ દુધાત

તાજેતરમાં તારીખ ૧૭/૦૫/૨૦૨૧ ના રોજ “તાઉતે”વાવાઝોડા ને કારણે અમરેલી જીલ્લામાં મોટા પ્રમાણમાં નુકશાની થવા પામેલ છે. તેમાં ખેતી, નાના મોટા ઉધોગ, કાંટા ઉધોગ,તેમજ મત્સ્યઉધોગ, જીનીગ ઉધોગ,ને ઘણું આર્થિક નુકશાન થવા પામેલ છે, તેના કારણે આ તમામ ઉધોગો ઉભા થતા લગભગ ૧૦ વર્ષ જેટલો સમય લાગે તેમ હોય,અને ૧૫ વર્ષ જેટલો અમારો અમરેલી જીલ્લો પાછળ રહી જાઈ તેવી સ્થિતિ ઉભી થયેલ છે, જેના કારણે  તમામ ઉધોગોની પરીસ્થિતિ ખુબજ નાજુક બનવા પામેલ છે.વર્ષ ૨૦૦૦ માં કચ્છ ખાતે આવેલ ભૂંકપ માં સરકાર શ્રી દ્વારા તમામ પ્રકાર નાં ટેક્ષ નાબુદ કરીને કચ્છ જીલ્લા ને પગભર કરેલ હતું, તેમ અમારા અમરેલી જીલ્લામાં આ “તાઉતે”વાવાઝોડા ના કારણે થયેલ નુકશાન માંથી બહાર લાવવા માટે આપશ્રી દ્વારા અમારા અમરેલી જિલ્લાના ઉધોગોને ઉભા કરવા ૫ વર્ષ સુધી તમામ પ્રકાર ના ટેક્ષ માફ કરવામાં આવે જેથી તમામ નાના મોટા ઉધોગ ધંધાઓનું પુનઃ સ્થાપન થઇ શકે અને અન્ય જિલ્લાની સાથે ઉભા રહી શકે અમારા અમરેલી જિલ્લામાં આ વાવાઝોડા ના કારણે ખૂબ જ મોટું નુકસાન ખેતી , ઉદ્યોગ અને અન્ય વસ્તુમાં ગયેલ છે આ વાવાઝોડા ના કારણે અમારા વિસ્તારમાં બધા ધંધા , ખેતી ના ખૂબ જ નુકસાન થયેલ છે જેથી ઘણા લોકો બેરોજગાર પણ થશે જેથી જો ટેક્સ માફી કરવામાં આવે તો બહાર ની અને અમારા જિલ્લાના ઉદ્યોગો ને દિશા મળશે અને રોજગારી મોટી સંખ્યામાં મળશે અને ખેતીમાં પણ ટેક્સ માફીના કારણે ઘણો અમારા જિલ્લા ના ખેડૂતોને લાભ મળશે જેથી અમારા જિલ્લામાં ટેક્સ મુક્ત કરવા  માટે ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી શ્રી ભારત સરકાર તેમજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી શ્રી ગુજરાત સરકાર ને પત્ર પાઠવી ને રજૂઆત કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/