fbpx
અમરેલી

અમરેલી જિલ્‍લાના દરિયાકાંઠે મીઠા ઉદ્યોગને કરોડો રૂપિયાનું નુકસાન : ધારાસભ્‍ય અંબરીશ ડેર

તાઉતે વાવાઝોડાએ દરિયાકાંઠાના તાલુકાઓમાં સૌથી વધુ તારાજી સર્જી છે. તેનાં કારણે અહિયાંનાં લોકો અને વ્‍યવસાયોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્‍યો છે. રાજુલા જાફરાબાદદરિયાકાંઠાના ગામોમાં હજારો એકર જમીનો પર મીઠા ઉદ્યોગ આવેલા છે. આ મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા નાના-નાના અગરિયાઓ, ખાનગી કંપનીઓ અને સહકારી     મંડળીઓ મીઠું ઉત્‍પાદન કરે છે.

વાવાઝોડાના કારણે મીઠા ઉદ્યોગકારોએ એકઠું કરેલું લાખો ટન મીઠું ભારે વરસાદ અને પવનનાં કારણે ધોવાણ થયું છે તો ઘણું બધું મીઠું દરિયામાં વહી ગયું છે. મીઠાનાં અગરોમાં પાળા અને કયારા ટુટી ગયાં છે, અગરોમાં જતા રસ્‍તાઓ બંધ થઈ ગયા છે ત્‍યારે આ પાળાઓ અને કયારાઓ ને બાંધવામાં લાખો રૂપિયાનો ખર્ચ થશે.

બીજી તરફ કરોડોની નુકસાની વચ્‍ચે આ અગરિયાઓ અને ખાનગી કંપનીઓ તથા સહકારી     મંડળીઓને ઉભું થયું મુશ્‍કેલ છે ત્‍યારે આ વિસ્‍તારના કોંગ્રેસનાં ધારાસભ્‍ય અંબરીશભાઈ ડેર દ્વારા સોશ્‍યલ મીડિયાનાં માઘ્‍યમથી રાજયનાં મુખ્‍યમંત્રી સમક્ષ મીઠા ઉદ્યોગને ખાસ પેકેજ જાહેર કરવાની માંગ સાથે રજૂઆત કરી હતી કે રાજુલા જાફરાબાદ વિસ્‍તારમાં 1ર હજારથી પણ વધુ જમીનો પર મીઠા ઉત્‍પાદન થાય છે. વાવાઝોડાનાં કારણે આ ઉધોગને ખૂબ મોટું નુકસાન થયું છે. ત્‍યારે મીઠા ઉદ્યોગને ફરી બેઠો કરવા માટે સરકાર દ્વારા ખાસ પેકેજ જાહેર કરવા આવે અને અગરિયાઓનાં વર્ષો વિવિધ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરી હતી.

રાજય સરકાર દ્વારા ખેડૂતોઅને અસરગ્રસ્‍ત રહેણાંક વિસ્‍તાર માટે સહાય જાહેર કરી છે પરંતુ વાવાઝોડાનાં 1ર દિવસ બાદ પણ સરકાર દ્વારા મીઠા ઉદ્યોગનું નામ પણ લીધું નથી. તેનાં કારણે મીઠાનાં અગરિયાઓમાં પણ રોષની લાગણી વ્‍યાપી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/