fbpx
અમરેલી

અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજમાં ઓકિસજન પ્‍લાન્‍ટનું લોકાર્પણ

અમરેલીની શાંતાબા મેડીકલ કોલજ એન્‍ડ જનરલ હોસ્‍પિટલમાં શીતલ કંપની દ્વારા ઓનલાઈન ઓકિસજન પ્‍લાન્‍ટનું કલેકટર આયુષ ઓક અને  ભુવા પરિવારના મુરબ્‍બી દકુભાઈ ભુવા તથા શાંતાબા ભુવાના હસ્‍તે લોકાર્પણ થયું. આ પ્રસંગે મેડીકલકોલેજના ડીન સિન્‍હા સિવિલ  કેમ્‍પસ ડાયરેકટર પીન્‍ટુભાઈ ધાનાણી આર.એમ.ઓ. સતાણી, ડો. ભરતભાઈ કાનાબાર, મનુભાઈ દેસાઈ તેમજ ડોકટર સ્‍ટાફ, લાયન્‍સ કલબ, રોટરી કલબ, રોટરેકટ કલબ, લાયન્‍સ રોયલ કલબ અને કેસરી કલબના પદાધીકારીઓ અમરેલીના પ્રતિષ્ઠિત નગરજનો તેમજ શીતલ કંપનીના ડિરેકટર દીનેશભાઈ ભુવા, ભુપતભાઈ ભુવા,  સંજયભાઈ ભુવા સહપરિવાર ઉપસ્‍થિત રહ્યા હતા.

કલેકટરના હસ્‍તે રીબીન કાપી ઓકિસજન પ્‍લાન્‍ટને સોંપવામાં આવ્‍યો હતો. કલેકટરે જણાવ્‍યું હતું કે શીતલ કંપની દ્વારા અમરેલીના મેડીકલ ક્ષેત્રે આ સૌથી મોટી સેવા છે. માત્ર ચાર અઠવાડિયામાં પ્રતિ કલાકે 1પ000 લીટર ઓકિસજનનું ઉત્‍પાદન કરતા પ્‍લાન્‍ટને સક્રિય કરવો તે અશકય લાગતી બાબતને શીતલ કંપની શકય બનાવી દર્દીનારાયણની ઉમદા સેવા કરી છે.

શ્રી શાંતાબા મેડીકલ કોલેજના ટ્રસ્‍ટી વસંતભાઈ ગજેરા નાદુરસ્‍ત હોવાથી તેઓ ઉપસ્‍થિત ન રહેતા તેમણે શુભેચ્‍છા સંદેશ પાઠવી શીતલ કંપનીને અભિનંદન આપ્‍યા હતા. પીન્‍ટુભાઈ ધાનાણી, સિન્‍હો શીતલ ગ્રુપનો મેડીકલ સેવા બદલ આભાર વ્‍યકત કર્યો હતો. ડો. વાળાએ જણાવ્‍યું કે કોરોના કાળમાં અમારા દ્વારા દર્દીઓના પ્રાણ બચાવા માટે થતી મેહનત છતાં ઓકિસજનના અભાવે અમારી નજર સામે લોકોને જીવન ગુમાવતા જોઈ અતિ દુઃખ થતું હતું જે મુશ્‍કેલીને શીતલ ગ્રુપેઓકિસજન પ્‍લાન્‍ટ મૂકી દુર કરી છે અને અનેક લોકોને પ્રાણ વાયુ પૂરો પડયો છે. ડો. કનાબારે જણાવ્‍યું હતું કે શીતલ કંપની સમાજ સેવા, ધર્મ સેવા, મેડીકલ સેવા જેવી અનેક સેવાકીય પ્રવૃતિઓ નિસ્‍વાર્થ ભાવે કરતુ આવ્‍યું છે અને ખરાઅર્થમાં શીતલ કંપનીના ડાયરેકટરો ‘ભામાશા’ છે.

આ પ્રસંગે અનેક સામાજીક સંસ્‍થાના હોદ્‌ેદારોએ તેમજ મનુભાઈ દેસાઈએ ભુવા પરિવારનું સન્‍માન કરી આભાર માન્‍યો હતો. શીતલ કંપની વતી દિનેશભાઈ ભુવાએ પ્રતિભાવ આપતા જણાવ્‍યું હતું કે કોરોના કાળ દરમિયાન લોકો પોતાના આત્‍મજનો ગુમાવતા હતા તે જોઇને અતિ દુઃખ થતું હતું અને એ પણ પ્રાણવાયું (ઓકિસજન)ના કારણે જીવ ગુમાવતા ત્‍યારે ઓકિસજન પ્‍લાન્‍ટ માટેનો શુભ સંકલ્‍પ કર્યો અને તે બા-બાપુજીના આશીર્વાદ અને કષ્ટભંજન દાદાની દયાથી પૂર્ણ થયો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/