fbpx
અમરેલી

અમરેલી આરટીઓ કચેરીના કર્મીઓ દ્વારા વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોના જરૂરિયાત મંદોને ૨૪૦ કીટનું વિતરણ કરાયું

તાજેતરમાં અમરેલી જિલ્લામાં ત્રાટકેલા તૌકતેની ગંભીર અસર અંતર્ગત અમરેલી આરટીઓ કચેરીના અધિકારી કર્મચારીઓ દ્વારા વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારોમાં ૨૪૦ જેટલી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. વાવાઝોડામાં રાજુલા અને જાફરાબાદ તાલુકામાં અતિભારે નુકસાન થયું છે. જેના અનુસંધાને આરટીઓ કચેરી દ્વારા માનવીય અભિગમ દાખવીને દૈનિક કામગીરી ઉપરાંત સેવાકીય પ્રવૃત્તિ પણ કરવામાં આવી હતી.

આ અંગે વાત કરતા આર ટી ઓના અધિકારી શ્રી પી. આર. પઢીયાર જણાવે છે જિલ્લાની આરટીઓ કચેરીની ટીમ જાફરાબાદ તાલુકામાં કેમ્પ કરી વાવાઝોડામાં અસરગ્રસ્ત જરૂરિયાતમંદ લોકોને કીટનું વિતરણ કરી લોકોની પીડા દૂર કરવા સહભાગી બની હતી. એક કીટમાં ૫ કિલો બટેટા, ૪ કિલો ડુંગળી અને ૫ કિલો ઘઉંનો લોટની ની એક કીટ એવી કુલ ૨૪૦ કીટનું વિતરણ આવી હતી. નોંધનીય છે કે વાવાઝોડાની ગંભીર અસરના કપરા કાળમાં વધુમાં વધુ લોકો આગળ આવી જરૂરિયાતમંદોને મદદ કરે તે ઇચ્છનીય છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/