fbpx
અમરેલી

જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરિયા ના અધ્યક્ષ સ્થાને વિવિધ મંડલોમાં દર્દીઓને ફ્રુટ વિતરણ, બ્લડ કેમ્પ, ઓક્સિજન કન્સેન્ટરેટર્સ સેન્ટર જેવા સેવાકીય કાર્યક્રમો કરવામાં આવ્યા

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્ત્વ હેઠળ કેન્દ્ર સરકારના સેવાના સાત વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સેવા હી સંગઠન અંતર્ગત જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી કૌશિકભાઈ વેકરિયા ના માર્ગદર્શન હેઠળ સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે દર્દીઓને કાજુ, બદામ, કીસમીસ જેવા ડ્રાયફ્રુટના ૨૦૦ ગ્રામના પેકેટ, પૌષ્ટિક ડાળીયા, બસ્લેરી પાણીની બોટલનું વિતરણ સેવાભાવી જિલ્લા પંચાયત સદસ્ય શ્રી સુરેશભાઈ પાથર, ભાજપ અગ્રણી શ્રી રાજેશભાઈ ધાનાણી, શ્રી હિરેનભાઈ ચાવડા, શ્રી  હરેશભાઈ બાબરીયા સહિતના આગેવાનોએ કર્યું હતા. મોટા આંકડીયા ખાતે નિશુલ્ક ઓક્સિજન કન્સેન્ટરેટર્સ સેન્ટર (મોટા આંકડીયા ગામના વતની કલ્પેશભાઈ બોદર, જગદીશભાઈ ભુવાના સહયોગથી)નો શુભારંભ કરાવતા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયા, સંગઠન પ્રભારી શ્રી સુરેશભાઈ ગોધાણી આ તકે સી. પી. બાવીસી, રમેશભાઇ બાવિસી, ઘનશ્યામભાઈ ઠુંમર સહિત ગ્રામજનો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા.

મોટી કુંકાવાવ ખાતે ગરીબ વસાહતમાં ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું અને નાની કુંકાવાવ ખાતે રક્તદાન કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો.આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયા, સંગઠન પ્રભારી સુરેશભાઈ ગોધાણી, કુંકાવાવ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ગોપાલભાઈ અંટાળા, કુંકાવાવ તાલુકા ભાજપ મહામંત્રી શ્રી શૈલેષભાઈ ઠુંમર ભાજપ આગેવાન શ્રી બાવાલાલ મોવલિયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જલ્પેશભાઈ મોવલિયા, કુંકાવાવ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વસંતભાઇ સોરઠીયા, કુંકાવાવ તાલુકા પંચાયત કારોબારી ચેરમેન શ્રી ટી. વી. વસાણી કુંકાવાવ તાલુકા પંચાયત સદસ્ય શ્રી મનોજભાઈ હપાણી, શ્રી વિપુલભાઈ ખીમાણી સહિત આગેવાનો હાજર રહ્યા હતા.

દામનગર શહેર ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયા ના અધ્યક્ષ સ્થાને સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા ની વિશેષ ઉપસ્થિતિમાં રક્તદાન કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો.આ તકે દામનગર નગરપાલિકા પ્રમુખ પ્રિતેશભાઇ નારોલા, લાઠી માર્કેટ યાર્ડના ચેરમેન રાજુભાઇ ભુતૈયા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત પ્રદેશ કિસાન મોરચો અને ભગત સિંગ યુવા ગૃપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા, સંગઠન પ્રભારી શ્રી સુરેશભાઈ ગોધાણી, ગુજરાત પ્રદેશ કિસાન મોરચા મહામંત્રી શ્રી હિરેનભાઈ હીરપરા, પૂર્વ મંત્રી શ્રી વી. વી. વઘાસિયા, જિલ્લા ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયા, શ્રી શરદભાઈ પંડ્યા, જી. પ. બાંધકામ સમિતિ શ્રી પુનાભાઈ ગજેરા, પૂર્વ મહામંત્રી શ્રી કમલેશભાઈ કાનાણી, સા. કુ. નગરપાલિકાના પ્રમુખ શ્રી રાજુભાઇ દોશી સહિત આગેવાનો હાજર રહ્યા હતા.

સેવા હી સંગઠન અંતર્ગત અમરેલી તાલુકાના નવા ખીજડીયા ગામે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયા ના અધ્યક્ષ સ્થાને સંગઠન પ્રભારી શ્રી સુરેશભાઈ ગોધાણી તાલુકા પંચાયત ના પ્રમુખ પતિ દિલીપભાઈ સાવલિયા તાલુકા ભાજપ ના પ્રમુખ ઘનશ્યામભાઈ ત્રાપસિયા મહામંત્રી કાળુભાઇ વાળા ઉપપ્રમુખ ચેતન ધાનાણી, પ્રવીણભાઈ ચાવડા, રજનીભાઇ  ની વિશેષ ઉપસ્થિતિમાં તાલુકા પંચાયત અમરેલી ના કારોબારી ચેરમેન નિકુલ માંડણકા અને ઉપસરપંચ હિરેન સોજીત્રા ની આગેવાની હેઠળ નવા ખીજડીયા ગામે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

Follow Me:

Related Posts