fbpx
અમરેલી

‘સહકાર રત્ન’ એવોર્ડ મળવા બદલ સૌનો હદયપુર્વક આભાર વ્યકત કરતા અમર ડેરીના ચેરમેન અશ્વિન સાવલીયા

રત્ન કલાકાર થી સહકાર રત્ન એવોર્ડ સુધી ની સફરમાં આપ સૌની હુંફ, પ્રેમ અને માર્ગદર્શન મળવા બદલ ખુબ ખુબ
આભાર…


આપ સૌના પ્રેમ અને હુંફ થી મારા જેવા એક અણઘડ પથ્થર ને સહકાર રત્ન સુધી પહોચાડાવા માટૅ આપ સૌએ મારા જેવા
એક નાના ખેડુતપુત્રને આદરણીય દિલીપભાઈ સંઘાણી સાહેબ અને આદરણીય પરશોતમભાઈ રૂપાલા સાહેબની પ્રેરણા અને
માર્ગદર્શન થી સહકારી ક્ષેત્રે ૧૯૯૨માં પ્રતાપપરા સેવા સહકારી મંડળીની નોંધણી કરી અને સહકારી પ્રવૃતિનુ કામકાજ શરૂ
કરેલ અને આ મંડળીના પારદર્શક વહીવટ સાથે રાજય સરકારની વખતો વખત ની જણસોની ટેકાના ભાવે ખરીદી સુધીની
કામગીરી કરેલ છે. વર્ષ ૧૯૯૫માં પ્રતાપપરા ગ્રામ પંચાયતમાં પ્રથમ વખત સરપંચ તરીકે બિન હરીફ ચુંટાયેલ એ સમયના
કાર્યકાળ દરમિયાન શ્રેષ્ઠ સરપંચ તરીકેની કામગીરી કરવા બદલ તે સમયના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલ દ્રારા
સન્માન કરવામાં આવેલ હતુ.


ત્યારબાદ વર્ષ ૧૯૯૮ થી અમરેલી માર્કેટિંગ યાર્ડ (એ.પી.એમ.સી) ના ડિરેકટર તરીકે સતત બે ટર્મ ચુટાયેલ તે સમયે
તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને કૃષિ મંત્રી શ્રી માન. પરશોતમભાઈ રૂપાલા અને માન. દિલીપભાઈ
સંઘાણીની ઉપસ્થિતિમાં સૌ પ્રથમ વખત અમરેલી એ.પી.એમ.સી માંથી ટેકાના ભાવે બાજરી ખરીદવાનો પ્રારંભ કરવામાં
આવ્યો હતો. વર્ષ ૧૯૯૮માં અમરેલી તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકેની જવાબદારી પણ નિભાવેલ હતી.
ત્યાર બાદ વર્ષ ૨૦૦૦ થી ૨૦૧૫ સુધી અમરેલી તાલુકા પંચાયતના સભ્ય તરીકે ચુટાયેલ અને અમરેલી તાલુકા પંચાયત ના
પ્રમુખ તરીકે ૧૦ વર્ષ સુધી ફરજ બજાવેલ હતી.


વર્ષ ૨૦૦૭ માં પ્રતાપપરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી ની રચના કરી પારદર્શક વહીવટ સાથે અમરેલી જિલ્લા સહકારી દૂધ
ઉત્પાદક સંઘ લી ‘અમર ડેરી’ સાથે જોડાઈ ને પ્રતિદિન ૭૦૦ થી ૧૧૦૦ લીટર દૂધ સંપાદન કરેલ છે. માન. દિલીપભાઈ
સંઘાણી અને માન. પરશોતમભાઈ રૂપાલા સાહેબે અમરેલી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. અમર ડેરી ની સ્થાપના કરી
તે અમર ડેરીના ડિરેકટર તરીકે તેમજ વર્ષ ૨૦૦૮ થી અમર ડેરીના ચેરમેન તરીકે ની જવાબદારી સોપેલ છે.
અમરેલી જિલ્લાના ૩૫૦૦૦ જેટલા ખેડુતો અને પશુપાલકોની જીવાદોરી સમાન અમર ડેરી એ સહકાર થી સ્વરોજગાર,
સ્વરોજગાર થી આત્મનિર્ભર અને આત્મનિર્ભર થી સુરક્ષા કવચ સુધીની સિધ્ધિઓ પ્રાપ્ત કરવા માટે મારા જેવા એક અણઘડ
પથ્થર ને હિરા પર જેમ પેલ પાડે તેમ એનેક નાની મોટી આટી ઘુંટી માંથી પસાર કરી ખેડુત પશુપાલકોએ સાથે ખડેપગે ઉભા
રહીને આ વિસ્તારના અનેક નામી – અનામી સહકારી આગેવાનો એ મારૂ ઘડતર કરીને વિશ્વની નંબર ૧ સહકારી સંસ્થા ઈફ્કો

કંપની લિમીટેડ દ્રારા ‘સહકાર રત્ન’ એવોર્ડ સુધી આપ સૌએ પોહચાડેલ છે જે એવોર્ડ લેવા માટે આપના બધા વતિ હું નિમિત
માત્ર છુ. આ એવોર્ડ અમરેલી જિલ્લાના તેમજ ગુજરાત રાજયના સૌ ખેડુત પશુપાલકો, સહકારી કાર્યકાર્તાઓ તથા આગેવાનો
અને સહકારી પ્રવૃતિનુ આ સન્માન છે.


ઉપરોકત તમામ પદો પર લાયક બનાવવા માટે પરમ આદરણીય માન. શ્રી પરશોતમભાઈ રૂપાલા સાહેબ તથા પરમ
આદરણીય માન. શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબ તથા માવજીભાઈ ગોલ જેવા ભારતીય જનતા પાર્ટીના સૌ નામી-અનામી
હોદેદારો-કાર્યકર્તાઓ તેમજ તમામ સહકારી જગતના કાર્યકરો અને પદાધિકારીના સ્નેહ, હુંફ અને માર્ગદર્શન થી મને ‘સહકાર
રત્ન’ એવોર્ડની પ્રાપ્તિ સુધી પોહચાડવા બદલ હું આપ સૌને સ્નેહ વંદન સાથે હદયપૂર્વક ખુબ ખુબ આભાર વ્યકત કરૂ છુ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/