fbpx
અમરેલી

અમરેલીની સિવિલ હોસ્‍પિટલમાં સીટી સ્‍કેનનાં અભાવે દર્દીનારાયણ પરેશાન,કોરોનાનો ત્રીજો વેવ માથે હોય તાકીદે વ્‍યવસ્‍થા કરવા માંગ

કોરોના મહામારીમાં દર્દીઓને સારવારમાં સરકારી અને ખાનગી દવાખાના ટૂંકા પડેલ હતા. જે પરિસ્‍થિતિનેઘ્‍યાને લઈ સરકારે અમરેલી જિલ્‍લામાં ખાલી પડેલ આરોગ્‍યલક્ષી જગ્‍યાઓ ભરવી જરૂરી બનેલ છે. સાથોસાથ અમરેલીની સિવિલ હોસ્‍પિટલમાં સિટી સ્‍કેન મશીનના અભાવે દર્દીનારાયણ ખાનગી સેન્‍ટરમાં લૂંટાઈ રહેલ હોવાથી સિટી સ્‍કેન મશીનની ઉપલબ્‍ધી જરૂરી  બનેલ છે.

પ્રાપ્‍ત વિગત મુજબ કોરોના દર્દીઓની સારવારમાં સરકારી તંત્ર ઉંઘતું ઝડપાઈ ગયેલ હતું. વરવી પરિસ્‍થિતિને નજર અંદાજ કરેલ હોય તેમ દર્દીઓ સારવાર અર્થે ભટકી રહેલ હતા અને જે સારવાર અપાતી હતી તેમાં પણ પૂરતી મેડિકલ સવલત પણ ઉપલબ્‍ધ ન હોવાથી દર્દીઓ મોત સામે ઝઝૂમી રહેલ હતા. અમરેલી જિલ્‍લામાં આરોગ્‍યલક્ષી મેડિકલ-પેરા મેડિકલની જગ્‍યાઓ પણ સરકાર દ્વારા ભરવામાં ન આવતા સારવારમાં હાડમારી સર્જાયેલ હતી.

અમરેલી શહેર જિલ્‍લાનું વડું મથક છે. જિલ્‍લાની 16 લાખ જેટલી જનતાના લાભાર્થે જિલ્‍લાની એ ગ્રેડની સિવિલ હોસ્‍પિટલમાં એક સિટી સ્‍કેન મશીન પણ ઉપલબ્‍ધ ન હોવાથી રોજરોજની દહાડી કરી પેટીયુ રળતા ગરીબ પરિવારો ખાનગી સિટી સ્‍કેન સેન્‍ટરોમાં લૂંટાઈ રહેલ છે. હાલના કપરાકાળમાં સિવિલ હોસ્‍પિટલમાં સિટી સ્‍કેન મશીન હોત તો ગરીબો માટે ખરેખર આશીર્વાદરૂપ હોત. જિલ્‍લાભરના દર્દીનારાયણ શાંતાબા જનરલ હોસ્‍પિટલમાં સારવાર અર્થે આવી રહેલ છે. જે ગરીબ પરિવાર પાસે દવાના પૈસા નહોય તેવા પરિવારો સિટી સ્‍કેનમાં લૂંટાઈ રહેલ છે. સરકાર ગરીબો પાસેથી માસ્‍કના દંડરૂપે કરોડો રૂપિયા વસુલી રહેલ છે. ત્‍યારે ગરીબોના લાભાર્થે સિટી સ્‍કેન મશીનની જરૂરિયાત પુરી પાડતી નથી. વિકાસના બણગા ફૂંકનારા ગરીબ પ્રજાના જરૂરી આરોગ્‍ય સેવા પૂરી પાડવામાં ઉણા ઉતરેલ હોવાથી સર્વત્ર ભારે આક્રોશ છવાયેલ છે. એ ગ્રેડની શાંતાબા જનરલ હોસ્‍પિટલમાં ગરીબ, મઘ્‍યમ વર્ગ દર્દી માટે સિટી સ્‍કેનની સેવા ઉપલબ્‍ધ કરાવવી ખૂબ જ જરૂરી બનેલ છે. જેના ખીચામાં રૂા. પ00 ન હોય તેવા ગરીબ દર્દીના રિપોર્ટ અને સિટી સ્‍કેનના રૂા. પાંચ હજાર કયાંથી આવી શકે ?

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/