fbpx
અમરેલી

અમરેલીનાં ચાડીયા અને ઈશ્‍વરીયામાં 1પ00-1પ00 વૃક્ષોનું વાવેતર અને જતન શરૂ

પ્રકૃતિની પ્રક્રિયાને સલામ આપી પૃથ્‍વી પર ઓકિસજનના જીવતા જાગતા પ્‍લાન્‍ટને સજીવન રાખવા હાલ સદભાવના વૃઘ્‍ધાશ્રમ ટ્રસ્‍ટ રાજકોટના પ્રમુખ વિજયભાઈ ડોબરીયાએ જે બીડુ ઝડપ્‍યું છે તેને સાર્થક કરવા અમરેલી તાલુકાના ચાડીયા ગામ અને ઈશ્‍વરીયા ગામે ગામના સહકારથી બંને ગામમાં 1પ00- 1પ00 વૃક્ષો વાવી ઉછેર જાળવણી કરી ગામને સોંપવામાં આવશે તે અનુસંધાને ચાડીયા ગામમાં અન્‍નપૂર્ણા ચેરીટેબલ ટ્રસ્‍ટના નેજા નીચે ચાડીયા ગામે 1પ00 વૃક્ષો વાવીને અસલમાંગોકુળીયુ ગામ બનાવી સાબિત કરશે અન્‍નપૂર્ણા ટ્રસ્‍ટના પ્રમુખ હસમુખભાઈ ગઢીયા, પ્રવીણભાઈ પાનસુરીયા, ધનસુખભાઈ ભંડેરી, ધીરૂભાઈ ભંડેરી, વલ્‍લભભાઈ રામાણી, મનસુખભાઈ ગજેરા, મધુભાઈ રામાણી તેમજ ચાડીયા ગામના સરપંચ ઘનશ્‍યામભાઈ વાળા, લાલજીભાઈ રામાણી, બિપીનભાઈ ભંડેરી, રવજીભાઈ ગજેરા, ગુણવંતભાઈ ભંડેરી તેમજ સમગ્ર ગામજનોના તેમજ અમેરિકા સ્‍થાયી ચાડીયા ગામના વતની પ્રવીણભાઈ પાનસુરીયા, મધુભાઈ રામાણી ધીરૂભાઈ રામાણી તેમજ આગેવાનોના સહકાર અને સહયોગથી પૂર્ણ કરવા સંકલ્‍પ કરેલ છે. તેમજ સદભાવના ટ્રસ્‍ટના પ્રમુખ વિજયભાઈ ડોબરીયા, નિવૃત ડી.એફ.ઓ. વરસાનીભાઈ અને યોગેશભાઈ પટેલ ચાડીયા ગામની રૂબરૂ મુલાકાત લઈ આ આયોજન પૂર્ણ સહકારથી ગામને સોંપશે. અંતે ગામના આગેવાનોએ વિજયભાઈ ડોબરીયાનો ગામ વતી આભાર માનેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/