fbpx
અમરેલી

સા.કુંડલાના આંબરડી ગામમાં હજુ સુધી વીજપુરવઠો પૂર્વવત ન થયો,વીજળી વિના ગામજનોને વ્‍યાપક પરેશાની

તાઉતે વાવાઝોડાએ અમરેલી જીલ્લામાં સર્જેલ તબાહી બાદ આજે 18માં દિવસે પણ અસંખ્‍ય ગામો હજુપણ લાઈટ વિહોણા છે. લાઈટ વાંકે લોકો પ્રાથમિક જરૂરીયાતથી વંચિત પસાર કરી રહ્યા છે દિવસો.

સાવરકુંડલાના આંબરડી ગામે વાવાઝોડાએ વેરેલ વિનાશ બાદ આજે 18માં દિવસે પણ ગામ લાઈટ વિહોણું છે, ગામ લોકોની પ્રાથમિક જરૂરીયાતની જો વાત કરીએ તો લોટ માટે ગામમાં હાલ એક માત્ર ઘંટી ચાલુ છે, પાણી માટે ગ્રામ પંચાયત દ્વારા જનરેટર મુકી જરૂર પ્રમાણે પાણી તો અપાય છે પરંતુ સતત ચાલુ રહેતા જનરેટરો પણ બળી જવાથી પાણીની સમસ્‍યા સર્જાઈ છે. ગ્રામ પંચાયત દ્વારા જરૂરીયાત મુજબ તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે પરંતુ મૂળ સમસ્‍યા છે લાઈટની.

આંબરડી ગામમાં આજે 18માં દિવસે પણ લાઈટ નહી હોવાથી ગ્રામજનોની ધીરજ પણ હવે ખુટતી જાય છે, આગેવાનો દ્વારા રજુઆતો કરાતા વીજ વિભાગે યુઘ્‍ધના ધોરણે કામગીરીનો આરંભ કરી વિજપોલ ઉભા કરી નાંખ્‍યા પરંતુ ઈલેવન પસાર કરતા ગામની કામગીરી અધુરી રહી જતા લોકો હવે અધિરા બન્‍યા છે.

અન્‍ય ગામોની જેમ આંબરડી ગામમા હવે તુરંત લાઈટ અપાઈ તેવી એકમાત્ર ગામ લોકોની તીવ્ર માંગ ઉઠી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/