fbpx
અમરેલી

GSRTC માં એપ્રેન્ટીસની ખાલી જગ્યાઓ માટે ૧૪ જુન સુધીમાં અરજી કરવી

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમરેલી વિભાગ ખાતે એપ્રેન્ટીસની મંજૂરી સામે અમરેલી વિભાગ હેઠળના વિભાગીય યંત્રાલય અમરેલી, સાવરકુંડલા, બગસરા, ધારી, રાજૂલા, ઉના અને કોડીનાર ડેપો ખાતે એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧ અન્વયે મે/જુલાઈ ૨૦૨૧ના ભરતી સત્ર માટે એપ્રેન્ટીસની ખાલી જગ્યાઓ ભરવાની થાય છે. મિકેનિક સાઇડે ધોરણ ૧૦ પાસ ફરજિયાત તથા આઈટીઆઈના ડીઝલ મિકેનિક/ એમ.એમ.વી/ ઇલેક્ટ્રિશિયન/ ફીટર/ ટર્નર ટ્રેડમાં પાસ ઉમેદવારોની એપ્રેન્ટિસ તરીકે ભરતી કરવાની થાય છે. જેના માટે તારીખ ૪/૬/૨૦૨૧ થી ૧૪/૬/૨૦૨૧ સુધીમાં કચેરીના ચાલુ કામકાજના દિવસો દરમ્યાન અરજીપત્રક વિભાગીય કચેરી, લાઠી રોડ, અમરેલી ખાતેથી રૂબરૂમાં રૂ. ૫ ની કિંમતે સવારે ૧૧ થી ૧૪ કલાક સુધીમાં મેળવી લેવાના રહેશે.

તા. ૧૫/ ૬/૨૦૨૧ ના રોજ સાંજના ૧૬ કલાક સુધી ભરાયેલ અરજીપત્રકો સ્વીકારવામાં આવશે. ત્યારબાદ અરજીપત્રકો સ્વીકારવામાં આવશે નહીં. વધુ માહિતી માટે વિભાગીય નિયામકશ્રીની કચેરી લાઠી રોડ અમરેલી ખાતે રૂબરૂ સંપર્ક સાધવાનો રહેશે વધુમાં આ ભરતીમાં અરજી કરનાર ઇચ્છુક ઉમેદવારોએ https://apprenticeshipindia.org/ વેબસાઈટ ઉપર ઓનલાઇન ફરજિયાત રજીસ્ટ્રેશન કરવાનું રહેશે જે ઉમેદવારો દ્વારા ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવામાં નહીં આવે હોય તેવા ઉમેદવારોના ફોર્મ રદ્દ કમી પાત્ર ગણાશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/