ધારી પાણી પૂરવઠા કચેરીનાં કર્મચારીનાં ઘરે ચોરી
ધારી પાણી પૂરવઠા કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીને ત્યાં મઘ્યરાત્રિના તસ્કરોએ ત્રાટકી સોના-ચાંદી સહિતની મતાની ઉઠાંતરી કરી ગયા હતા અને બે લાખના મુદામાલની ચોરી થયાની ફરિયાદ ધારી પોલીસમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ધારી પશુ દવાખાના પાછળ રહેતા અને પાણી પૂરવઠા બોર્ડમાં ફરજ બજાવતા મેહુલભાઈ બાલમુકુંદભાઈ ત્રિવેદીના ઘરે ગત મઘ્યરાત્રિના તસ્કરો ત્રાટકયા હતા. પ્રથમ તેના ભાઈ કે જે ગ્રાઉન્ડ ફલોરમાં સૂતા હતા તેનો મોબાઈલ ઉઠાવી ત્યારબાદ પ્રથમ માળેથી ચાવી લઈ બારી દ્વારા રૂમમાં પ્રવેશ્યા હતા અને કબાટ ખોલી અંદર પડેલ સોનાની બુટ્ટી, કડી, ચેઈન અને ચાંદીના સિકકા 40 નંગ, મંગળસૂત્ર, વીંટી, 8 હજાર રોકડા અને એક મોબાઈલ મળી કુલ બે લાખ પાંચ હજારના મુદામાલની ચોરી થયાની ફરિયાદ ધારી પોલીસમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
Recent Comments