રાજુલા રેલવેની જગ્યા નગરપાલિકાને નહિ આપતા ઉગ્ર વિવાદ, ધારાસભ્ય જેસીબી આડે સુઇ રેલવેનું કામ અટકાવી દીધુ
અમરેલી જીલામાં આવેલા રાજુલા નગરપાલિકા દ્વારા રેલવેની જગ્યા પડતર છે. તે નગરપાલિકા દ્વારા મંગવામાં આવી છે. અને ન આપતા કેટલાય સમયથી વિવાદો ચાલી રહ્યાં છે. કોંગ્રેસ સાશિત નગરપાલિકા દ્વારા માંગતા નહિ આપવાનો કેટલાય સમયથી વિવાદ અને આક્ષેપ બાજી ચાલી રહી છે. જેમાં રાજુલા રેલવેની જગ્યા નગરપાલિકાને નહિ આપતા ઉગ્ર વિવાદ થયો છે. તેમાં ધારાસભ્ય જેસીબી આડે સુઇ રેલવેનું કામ અટકાવી દીધુ હતુ.
રેલવે કર્મીઓ દ્વારા હાલ પૂરતુ કામ અટકાવી દીધું
આજે રેલવે પોલીસ દ્વારા રેલવેની જગ્યામાં બોડર કામગીરી કરતા કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર અને નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ લાખણોત્રા અને કોંગ્રેસના કાર્યકરો પણ દોડી આવ્યા હતા. અને અંબરીશ ડેર જે.સી.બી.આડે સુઇ ગયા અને જેસીબી માથે ચડાવી દો તથા ધરપકડ કરવાના ઉગ્ર સુત્રોચાર કરતા રેલવે કર્મીઓ દ્વારા હાલ પૂરતુ કામ અટકાવી દીધું છે. અને સમગ્ર મામલે વધુ વિવાદ ઉગ્ર બન્યો છે.
Recent Comments