fbpx
અમરેલી

અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોના મહામારીમાં મૃત્યુ પામેલ દિવ્ય આત્માઓને શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજાયો

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સુચના મુજબ આજરોજ અમરેલી જિલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા તાજેતરમાં કોવીડ મહામારીના વિસ્ફોટની અત્યંત વિકટ પરિસ્થિતીમાં વિશેષતઃ ગુજરાત રાજયમાં અનેક લોકો મૃત્યુ પામ્યા છે . આ મૃતકોને શ્રધ્ધાંજલી આપવા અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે શ્રધ્ધાસુમન કાર્યક્રમ યોજાયેલ હતો . આ કાર્યક્રમમાં કોરોના મહામારીમાં મૃત્યુ પામેલ દિવ્ય આત્માઓને શ્રદધાસુમન અર્પણ કરવામાં આવેલ હતા . આ કાર્યક્રમ જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી ડી . કે . રિયાણીના માર્ગદર્શન હેઠળ યોજાયેલ હતો . જેમાં જિલ્લા કોંગ્રેસ મહામંત્રીશ્રી જનકભાઇ પંડયા , પ્રદેશ મહિલા મહામંત્રી શ્રીમતી હંસાબેન જોષી , અમરેલી તાલુકા કો ગ્રેસ પ્રમુખશ્રી મનીષભાઈ ભંડેરી , લાઠી તાલુકા કોંગ્રેસ પ્રમુખશ્રી આંબાભાઈ કાકડીયા , મહામંત્રી શ્રી જમાલભાઈ માગલ , લાક સરકાર ના શ્રી શૈકી મા પૈયા , ‘ ઓ.બી.સી.સેલના શ્રી નારણભાઇ મકવાણા , અમરેલી તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ શ્રી રાવતભાઈ ધાધલ , રવજીભાઇ મકવાણા અને મામઈ ગોહિલ ઉપસિથત રહયા હતાં

Follow Me:

Related Posts