fbpx
અમરેલી

અમરેલી આરોગ્ય તંત્રની ૧૮ થી ૪૪ વયજૂથ માટે વેક્સિનેશન ડ્રાઈવને લઈ નવયુવાનોમાં ભારે ઉત્સાહ

કોરોના વાયરસ સામેની લડાઈમાં વેક્સીન લઈ અમરેલીના પ્રજાજનોએ જવાબદાર નાગરિક તરીકે પોતાની ફરજ અદા કરી છે. તાજેતરમાં અમરેલી આરોગ્ય તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી ૧૮ થી ૪૪ વયજૂથ માટેની વેક્સિનેશન ડ્રાઈવને લઈ નવયુવાનોમાં ભારે ઉત્સાહ જોવા લઈ રહ્યો છે. ગત ૪ જૂનથી અમરેલીમાં ૩, બાબરામાં ૨, બગસરામાં ૨, ધારીમાં ૧, કુંકાવાવમાં ૧, લાઠીમાં ૨. લીલીયામાં ૧, રાજુલામાં ૧ અને સાવરકુંડલામાં ૨ એમ કુલ મળી અમરેલી જિલ્લામાં ૧૫ જેટલી સાઈટ ઉપર એક સાઈટ દીઠ ૨૦૦ યુવાનોને વેક્સીન આપવાની કામગીરી આરંભી દેવામાં આવી હતી. રોજના ૩૦૦૦ યુવાનોના લક્ષ્યાંકો સામે તા. ૪ ના ૨૬૦૪, તા. ૫ ના ૨૯૨૪ અને તા. ૬ ૨૫૦૭ ના એમ કુલ મળી માત્ર ત્રણ જ દિવસમાં ૮૦૩૫ નવયુવાનોને વેક્સીન આપવામાં આવી છે.

અમરેલી આરોગ્ય ખાતાના તા. ૬ જૂનના અહેવાલ મુજબ અત્યાર સુધીમાં કુલ ૧૮ થી ૪૪ વયજૂથના ૮૦૩૫ યુવાનોએ, ૪૫ થી ૫૯ વયજૂથના ૧,૦૬,૧૦૨ લોકોએ અને ૬૦ થી વધુ વયના ૧,૨૧,૭૪૦ એમ કુલ મળી ૨,૩૫,૮૭૭ લોકોએ વેક્સિનનો પહેલો ડોઝ લીધો છે. અને ૪૫ થી ૫૯ વયજૂથના ૩૭,૭૦૮ લોકોએ અને ૬૦ થી વધુ વયના ૫૨,૯૪૭ એમ કુલ મળી ૯૦,૬૫૫ લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લીધો છે. જિલ્લામાં ૧,૨૦,૭૦૭ લોકોને કોવેક્સિન અને ૨,૩૯,૬૦૯ લોકોને કોવીશીલ્ડ વેક્સીન આપવામાં આવી છે.

તાજેતરમાં લગ્નગ્રંથિથી જોડાયેલ સાવરકુંડલાના વિદ્યુતનગર ખાતે રહેતા શ્રી ધવલભાઈ અને રોહિણીબેન વેક્સિનેશન અંગે વાત કરતા જણાવે છે કે સૌપ્રથમ ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સને અને ત્યારબાદ ૬૦થી ઉપરના અને પછી ૪૫ થી ઉપરના લોકોને વેક્સીન આપ્યા બાદ હવે ૧૮ થી ઉપરના યુવાનોને એમ સરકાર દ્વારા ખુબ જ આયોજનબદ્ધ તબક્કાવાર વેક્સીન આપવામાં આવી છે. મારા માતા પિતા સહીત દરેક કુટુંબીજનોએ કોરોનાની વેક્સીન લીધી હતી અને આજે અમારા બંનેનું પણ વેક્સિનેશન થતા અમારા આખા કુટુંબે કોરોના સામેની લડાઈમાં રક્ષાકવચ મેળવ્યું છે. લોકોએ વેક્સીન અંગેની ભ્રામક માન્યતાઓ દૂર કરી વહેલામાં વહેલી તકે વેક્સીન લઈ લેવી જોઈએ.

સેલ્ફ રજિસ્ટ્રેશનની સરળ પ્રક્રિયા અંગે વધુ વાત કરતા શ્રી ધવલભાઈ જણાવે છે કે કોવીન વેબ પોર્ટલ ઉપર માત્ર ૧ મિનિટની પ્રક્રિયામાં આપણે જાતે જ આપણો સ્લોટ નક્કી કરી શકીયે છીએ. મેં ગઈકાલે જ મોડી સાંજે રજીસ્ટ્રેશન કર્યું ને બીજા જ દિવસે અમારા બંનેનો વારો આવી ગયો હતો. વેક્સિનેશન સેન્ટર પર અમને માત્ર ૨ મિનિટથી પણ ઓછો સમય લાગ્યો હતો. આમ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા અતિ સરળ હોવાથી કોઈપણ પ્રકારની મુશ્કેલી પણ જણાતી નથી.

નોંધનીય છે કે હાલ ગ્રામ્ય અને શહેરી કક્ષાએ વહીવટી તંત્રના વિવિધ વિભાગોના કર્મીઓ દ્વારા મહત્તમ લોકોનું વેક્સિનેશન થાય તે માટે પ્રયાસો કરાઈ રહ્યા છે. તંત્રના આ પ્રયાસોને બહોળો પ્રતિસાદ આપ્યો છે. વરિષ્ઠ નાગરિકો બાદ યુવાનોએ પણ મોટા પ્રમાણમાં વેક્સિનેશન ઝુંબેશ અંતર્ગત રસી લઈ રસી સલામત હોવાનો સંદેશ આપ્યો છે. ખુબ ટૂંકા ગાળામાં મહત્તમ લોકો રસી લેવા માટે પ્રેરાયા છે ત્યારે રસી લેવાની બાકી હોય તેવા લોકોએ પણ આ વેક્સિનેશન ડ્રાઈવમાં ભાગ લઈ પોતાના પરિવાર અને સમાજને કોરોના વાયરસ સામે રક્ષાકવચ પૂરૂ પાડવાના તંત્રના પ્રયાસોમાં સહભાગી થાય તે આવશ્યક અને આવકારદાયક છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/