fbpx
અમરેલી

રાજુલા-ડુંગર માર્ગ ઉપર 108 ફસાઇ જતા દર્દીનું મોત થયું

રાજુલા-ડુંગર રોડ પર આવેલ રેલવે ફાટક બંધ રહેવાને કારણે 108 એમ્‍બ્‍યુલન્‍સ ફસાઈ જતા દર્દીનું મોત થયું હોવાનો આરોપ લાગ્‍યો છે અને રેલવે ફાટક ના ખુલતા ર0 મિનિટ એમ્‍બ્‍યુલન્‍સ અટવાઇ ગઇ હતી. તો બીજી તરફ અકસ્‍માતમાં ઘાયલ દર્દીનું મોત થયું હતું.

જાણવાં મળતી માહિતી મુજબ, રાજુલા તાલુકાના દેવકા ગામે છકડો રીક્ષા પલ્‍ટી મારી જતા રીક્ષાસ્‍વાર 6 વ્‍યક્‍તિતને અલગ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા. જેમાં હડમતીયા ગામના જોધાભાઈ ઓઘડભાઈ રાઠોડ (ઉ.વ. પપ)ની ગંભીર હાલત જણાતાં 108 એમ્‍બ્‍યુલન્‍સમારફતે રાજુલા સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી રહ્યા હતા. તે દરમિયાન રાજુલા ડુંગર રોડ પર આવેલ ફાટક બંધ હોવાનાં કારણે ર0 મિનિટ સુધી રેલવેના કર્મચારીઓ દ્વારા માલગાડી પસારના થાય ત્‍યાં સુધી રેલવે ફાટક બંધ રાખવામાં આવી હતી.

રાજુલા તાલુકા પંચાયતનાં પૂર્વ કારોબારી ચેરમેન ભીખાભાઈ પીંજર તથા હડમતીયા ગામના સરપંચ રાણીંગભાઈ પીંજર, સહિતના ગામનાં આગેવાનો દ્વારા સતત વિનંતીઓ કરવા છતાં પણ રેલવેના કર્મચારીઓએ કોઈપણની વાત સાંભળી ન હતી. જેનાં કારણે સમયસર સારવારના મળવાનાં કારણે હડમતીયાના વ્‍યક્‍તિતનું મોત નિપજયું હતું અને 108 ઇમરજન્‍સી સાયરન વાગવા છતાં ફાટક નહિ ખોલતા સ્‍થાનીક વાહન ચાલકોએ હોબાળો મચાવ્‍યો હતો અને રોષ વ્‍યકત કર્યો. છતાં પણ ફાટક નહિ ખુલતા 108માં સ્‍વાર વ્‍યક્‍તિતનું મોત થતા વધુ રોષ ફેલાયો હતો.

રેલવેનાં જવાબદાર કર્મચારીઓ પર ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગ કરી હતી અને પીપાવાવ પોર્ટની સેંકડો માલગાડી અહિયાંથી દૈનિક પસાર થાય છે. તેનાં લીધે વારંવાર ર0-30 મિનિટ સુધી ફાટક બંધ રાખવામાં આવે છે. જેનાં કારણે લોકો ઈમરજન્‍સીમાં હોસ્‍પિટલ પહોંચી નથી શકતા. આથી તંત્ર દ્વારા વહેલી તકે ઓવરબ્રિજ બનાવવામાં આવે, જેથી લોક સમસ્‍યા હલ થાય તેવી રજૂઆત કરીહતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/