fbpx
અમરેલી

લારી ચલાવનારા મજૂર વર્ગને રાશનકીટ તથા ચંપલનું વિતરણ,દિવ્ય સેવા ફાઉન્ડેશન–લંડન તથા અવધ પરિવારના દીલીપભાઈ ઉંધાડનો આર્થિક સહયોગ

    .

કોરોના મહામારી અને તેના કારણે આવેલ લોકડાઉનમાં સમાજના જે વર્ગોની આર્થિક સ્થિતિ ડામાડોળ બની ગઈ છે તેવા છેવાડાના વર્ગ સુધી પહોંચી તેમના સુધી મદદ પહોંચાડવા માટે અનુકંપા ટ્રસ્ટ દ્ધારા ઝીણવટભર્યુ આયોજન કરવામાં આવે છે. ડો. ભરત કાનાબાર અને પી.પી. સોજીત્રાને ખ્યાલ આવ્યો કે મોટા ભાગના વેપારો બંધ હોવાથી હાથ લારીમાં સામાન ફેરવવાની મજૂરી કરતાં લોકો સંપૂર્ણપણે કામ વગરના હતા અને તેમના માટે આજીવિકા ચલાવવાના ગંભીર પ્રશ્નો ઉભા થયા હતાં. આવા મજૂરી કરતાં લોકોની ઝીણવટભરી તપાસ કરી પ૪ જેટલા લારીવાળાનો સંપર્ક કરી તેમને બોલાવ્યા અને અમરેલીના અગ્રણી ચાર્ટડ એકાઉન્ટન્ટ શ્રી એ.ડી. રૂપારેલ સાહેબ અને અગ્રણી વેપારી જીતુભાઈ ગોળવાળાના વરદ્ હસ્તે રાશન કીટોનું વિતરણ કર્યુ.


૪ વ્યકિતના પરિવારને ૧પ દિવસ ચાલે તેટલી આ રાશન કીટો ઉપરાંત આ બધા લારી ચલાવતાં મજૂરોમાં અવધ પરિવારના શ્રી દીલીપભાઈ ઉંધાડના આર્થિક સહયોગથી ચંપલનું પણ વિતરણ કરવામાં આવ્યું.


આ કાર્યક્રમમાં અનુકંપા ટ્રસ્ટના જયેશભાઈ ટાંક, કમલેશભાઈ ગરાણીયા, વિપુલભાઈ ભટૃી, ચેતનભાઈ રાવળ, નયનભાઈ જોષી (બેદી), લાલાભાઈ જોષી, ભાર્ગવભાઈ કારીયા, શનિભાઈ ધાનાણી, હરેશભાઈ સાદરાણી, યોગેશભાઈ કોટેચા, દીપકભાઈ વઘાસીયા તથા રેડક્રોસ અમરેલીના મધુભાઈ આજગીયા, વિપુલભાઈ રાદડીયા, વિપુલભાઈ બોસમીયા, દીપભાઈ બોસમીયા ઉપસ્થિત રહયા હતાં

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/