fbpx
અમરેલી

નવો બનેલ માર્ગ એક વર્ષમાં જ બિસ્‍માર બની જતાં ગ્રામજનોમાં રોષનો માહોલ

અમરેલીમાં આમ તો જિલ્‍લા કક્ષાની આરટીઓ કચેરી આવેલી છે છતાં પણ જિલ્‍લામાં ગેરકાયદેસર રીતે મોટી સંખ્‍યામાં વાહનોની અવરજવર થતી જોવા મળી રહી છે.

દરમિયાનમાં ચરખા- ચમારડી-ભીલડી માર્ગ ઉપર ભારે વાહનોની અવરજવરથી ગ્રામ્‍ય માર્ગોની હાલત અતિ કફોડી બની હોય ભાજપ અગ્રણી ગોપાલભાઈ વસ્‍તરપરાએ ઉચ્‍ચકક્ષાએ પત્ર પાઠવીને ભારે વાહનોની ગ્રામ્‍ય માર્ગો પર અવરજવર બંધ કરાવવાની માંગ કરેલ છે.

તેઓએ પત્રમાં જણાવેલ છે કે, ચરખા-ચમારડી-ભીલડી ગ્રામ્‍ય વિસ્‍તારનો સીંગલ પટ્ટીનો રોડ છેલ્‍લા 10 વર્ષથી અતિ બિસ્‍માર હાલતમાં ચાલી આવેલ હતો અને હાલમાં છ માસ અગાઉ જ આ રોડનું સમારકામ થયેલ છે. આ રોડ ચમારડી તેમજ આસપાસનાં વિસ્‍તારમાં જવા માટે ખૂબ જ અગત્‍યનો હોય પરંતુ ઉંટવડ તેમજ આસપાસનાવિસ્‍તારમાં ખૂબ જ મોટી સંખ્‍યામાં સ્‍ટોનક્રસર (ભરડીયા) આવેલા હોય જે ભરડીયાના વાહનો પ0 ટનથી વધારે વજન ધરાવતી હેવી ગાડીવાળા વાહનો આ રોડ પરથી પસાર થતાં હોય છે. સરકાર ઘ્‍વારા રોડનું સમારકામ 7 વર્ષે કરવામાં આવતું હોય પરંતુ સદર રોડ એક વર્ષમાં જ હેવી ગાડીનાં લોડને કારણે ખાડા પડીને તૂટી જાય છે. અમરેલીથી રાજકોટ જવા માટે આમ જનતા માટે ચરખા-ચમારડી-ભીલડી વાળો રોડ એક જ રોડનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ સદર રોડ પર ઓવરલોડવાળા હેવી વાહનો જે પ0 ટનથી વધારે લોડ ધરાવતી હેવી ગાડીવાળા હાઈવે છોડી અવરજવર કરવા માટે હાલના આ રોડનો જ ઉપયોગ કરે છે જેના કારણે સદર રોડમાં એક વષૃમાં જ ખાડા પડી તે રોડ તૂટી જાય છે. જેથી બાકી 6 વર્ષ આમ જનતાને અવરજવર કરવા માટે ઘણી તકલીફો પડે છે. ઉંટવડ-કોટડા વિસ્‍તારમાં ઘણી કોરી-ભરડીયા હોવાથી તે વિસ્‍તારમાંથી બધી ઓવરલોડ સાથેની ગાડીઓ પેનલ્‍ટીથી બચવા માટે હાઈવે છોડીને સદર રોડ ઉપરથી અવરજવર કરે છે જેના કારણે જ સદર રોડ એક જ વર્ષમાં ખાડા પડીને તૂટી જાય છે. જેથી આવી હેવી ઓવર લોડેડ ગાડનું અવરજવર બંધ કરાવવા સ્‍ટોનક્રસર (ભરડીયા)ના માલિકોને માહિતગાર કરવા યોગ્‍ય સુચના આપશો તેમજ સદર ગ્રામ્‍ય સીંગલપટ્ટી રોડનો ઉપયોગ બંધ કરી ફકતહાઈવે ઉપરથી જ તે હેવી લોડેડ ગાડીઓની અવરજવર થવી જોઈએ જેથી સદર રોડ લાંબા સમય સુધી ટકી રહે અને સામાન્‍ય નાગરીકોને અવરજવર કરવામાં અગવડતા નહી પડે તેમ અંતમાં જણાવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/