fbpx
અમરેલી

મહિલાઓને સંરક્ષણ ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી બનાવવા માટે સુવર્ણ તક

અમરેલી જિલ્લાની મહિલા યુવાનો સંરક્ષણ ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર કરી શકે તેવા હેતુસર ભારતીય થલસેના (આર્મી) દ્વારા ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવેલ છે. શારીરિક અને માનસિક રીતે સક્ષમ અને નિયત માપદંડો પૂર્ણ કરતી મહિલા યુવાનો માટે સોલ્જર જનરલ ડ્યુટી પદ માટે ભારતીય થલસેના દ્વારા લશ્કરી ભરતીમેળો યોજાનાર છે. પ્રસ્તુત ભરતીમેળામાં તા.૦૧/૧૦/૨૦૨૦ના રોજ ઉંમર ૧૭.૫  વર્ષથી ઓછી ન હોય અને ૨૧ વર્ષથી વધુ ન હોય તેવી તેમજ ભરતીની નક્કી કરવામાં આવેલ શૈક્ષણિક લાયકાત અને શારીરિક માપદંડ ધરાવતી ફક્ત સક્ષમ મહિલા ઉમેદવારો ભરતીમેળામાં ભાગ લઈ શકશે. સદર લશ્કરી ભરતીમેળામાં ઉમેદવારી નોંધાવવા ઓનલાઇન માધ્યમથી નિયત વેબસાઈટ : www.joinindianarmy.nic.in પર રજિસ્ટ્રેશન કરેલ હોવુ ફરજીયાત છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન તા.૦૬/૦૬/૨૦૨૧ થી તા.૨૦/૦૭/૨૦૨૧ સુધી થઈ શકશે થલસેના ભરતીમેળાની માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રોજગાર કચેરી, અમરેલી  તેમજ થલસેના ભરતી કાર્યાલય હેલ્પલાઈન ટે.નં.૦૧૧-૨૬૧૭૩૮૪૦ નો સંપર્ક કરવા જણાવવામાં આવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/