fbpx
અમરેલી

રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિતે અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા માસ્ક વિતરણ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો


નેતા વિપક્ષશ્રી પરેશભાઇ ધાનાણી, સાવરકુંડલાના ધારાસભ્યશ્રી પ્રતાપભાઈ દુધાત, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ડી.કે. રૈયાણી અને સમગ્ર કોંગ્રેસ પરિવારની ઉપસ્થિતી

આજરોજ તા. ૧૯ મી જુન શનિવારના રોજ કોંગ્રેસપક્ષના નેતા અને લોકલાડીલા આદરણીયશ્રી રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિતે અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નેતા વિપક્ષશ્રી પરેશભાઇ ધાનાણી, સાવરકુંડલાના ધારાસભ્યશ્રી પ્રતાપભાઈ દુધાત, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ડી.કે. રૈયાણી અને સમગ્ર કોંગ્રેસ પરિવાર દ્વારા લોકોને માસ્ક અને સેનીટાઇઝરનું વિતરણ તથા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન થયેલ હતું.


જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલય ખાતે ઉપસ્થિત રહયા બાદ આ વિસ્તારની બજારોમાં નાના દુકાનદારો, લારી–ગલ્લાવાળાઓ અને રાહદારીઓને માસ્કનું વિતરણ નેતા વિપક્ષશ્રી પરેશભાઇ ધાનાણી, સાવરકુંડલાના ધારાસભ્યશ્રી પ્રતાપભાઈ દુધાત, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ડી.કે. રૈયાણી તથા કોંગ્રેસ પરિવાર દવારા કરવામાં આવેલ હતું.


આ ઉપરાંત નવનીત સાયન્સ સ્કુલ, લાઠી રોડ, અમરેલી ખાતે ઉપરોકત તમામ નેતાઓ અને અગ્રણીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયેલ હતો. આ તકે ઉપસ્થિત સર્વે કોંગ્રેસજનોએ આદરણીયશ્રી રાહુલ ગાંધીજીને જન્મદિવસની શુભેચ્છાઓ આપી હતી.
આ કાર્યક્રમમાં પુર્વ કોંગ્રેસ પ્રમુખશ્રી પંકજભાઇ કાનાબાર, શ્રી શંભુભાઇ દેસાઇ, પ્રદેશ મંત્રીશ્રી સુરેશભાઇ કોટડીયા, પ્રદેશ મહિલા મહામંત્રી શ્રીમતી હંસાબેન જોષી, પ્રદેશ યુથ કોંગ્રેસ મહામંત્રીશ્રી સંદીપભાઇ ધાનાણી, અમરેલી જિલ્લા કોંગ્રેસ મહામંત્રીશ્રી જનકભાઇ પંડયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખશ્રી મનીષભાઇ ભંડેરી, શ્રી જીતુભાઇ ગોળવાળા, શ્રી જે.પી. સોજીત્રા, શ્રી લલીતભાઇ ઠુંમર, શ્રી જગદીશભાઇ તળાવીયા, શ્રી રફીકભાઇ મોગલ, શ્રી નરેશભાઇ અધ્યારૂ, શ્રી જમાલભાઇ મોગલ, શ્રી રાવતભાઈ ધાધલ, શ્રી સમીરભાઇ કુરેશી, શ્રી પરવેઝભાઇ ચૌહાણ, શ્રી વિપુલભાઇ પોંકીયા, શ્રી નારણભાઇ મકવાણા, શ્રી સંદીપભાઇ પંડયા, શ્રી રમેશભાઇ ગોહિલ, શ્રી રવજીભાઇ મકવાણા, શ્રી ચંદુભાઇ બારૈયા, શ્રી રમેશભાઈ ધાનાણી, શ્રી રોનકભાઇ ધાનાણી, નગરપાલિકા સદસ્યશ્રી અસરફભાઇ રાઠોડ સહિતના કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા.

    
Follow Me:

Related Posts