fbpx
અમરેલી

અમરેલી કોરોના મહામારી નાં દર્દીઓ ની સાથે અસરગ્રસ્ત વિસ્તારોમાં અબોલ પશુઓ માટે દેવદુત બનતા ડો. વિજય વાળા

અમરેલી જીલ્લામાં કોરોનાં મહામારી માં જેમણે દીવસ રાત જોયાં વગર દર્દીઓ ની સેવા કરી અને લોકોના દીલ માં વિશેષ સ્થાન મેળવ્યુ છે તેવાં સાચા અર્થ માં કોરોના યોધ્ધા બનીને લોકો ની ખૂબ  સેવા કરી  છે  તેવા ડો. વિજય  વાળા સાહેબ ફરી તાંઉતે વાવાઝોડા મા અસરગ્રસ્ત વિસ્તારો માં અબોલ પશુઓ ની મદદ માટે આગળ આવ્યા છે.ગીર ના છેવાડા ના વિસ્તારો માં આવેલા નેસડા ઓ માં મોટી સંખ્યા માં માલધારીઓ વસવાટ કરે  છે  અને અહીં મોટી સંખ્યામાં પશુધન છે અને તેઓ પશુપાલન પર આધારિત હોય ત્યારે વાવાઝોડા અને વરસાદ ના લીધે અહીં પશુંઓ માટે નો ઘાસચારો  પલળી ગયેલ  હોય આ સમસ્યા અમરેલી ના જાણીતા અને લોકો ના દિલમાં વસતા  તબીબ  એવા ડો. વિજય  વાળા સાહેબ ના ધ્યાનમાં આવતા  તેમણે આ  પશુંઓ ના ઘસચારા માટે 300 મણ નીરણ  ની વ્યવસ્થા  કરી અને ડો. કલામ  ઇનોવેટીવ વર્ક ના યુવાનો જે ઘણા સમય  થી  વિવિધ  પ્રકારનો સેવાયજ્ઞ ચલાવી  રહ્યા છે  તેમની સાથે  આ  નેસવિસ્તાર માં મોકલી આપી હતી.માલધારીઓ  ના વડીલ  એવા નનુંઆતા એ ડો. વિજય  વાળા સાહેબ ને આશીર્વાદ  આપતાં જણાવ્યું હતું કે ડો. વિજય વાળા સાહેબ લોકો ની વેદના સમજવાની સાથે  અબોલ જીવ ની વેદના સમજી અને તેમની મદદ માટે આગળ આવી અને જીવદયા અને માનવતા નું શ્રેષ્ઠ ઉદાહરણ  પૂરું પાડ્યું છે. કોરોના ના સમયમાં શરૂઆત  થી  લઇ  અને આજ સુધી અવિરતપણે લોકો ની સેવા કરી રહ્યા છે જેનાથી સૌકોઈ પરિચિત છે ત્યારે અબોલ પશું  માટેનો તેમનો પ્રેમ અને તેમની સેવા તેમના જીવદયા પ્રેમ ના દર્શન કરાવી જાય છે. ગીર વિસ્તાર ના નેસડા માં રહેતા વડીલો  એ ડો. વિજય વાળા સાહેબ પર દીલ થી આશીર્વાદ વરસાવ્યા છે અને તેમનો આભાર વ્યક્ત કર્યો છે. માં સોનબાઇ ના આશીર્વાદ આવીજ રીતે તેમના પર વરસતા રહે અને તેમને વિશેષ કાર્ય કરવા માટે વધારે સક્ષમ બનાવે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/