fbpx
અમરેલી

ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા જમીન મુદે ચાલી રહેલ આંદોલન અંગે પ્રતિક્રિયા આપતા અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયા

સાંસદ નારાભાઈ કાછડીયાએ જણાવ્યું હતું કે રાજુલાના વિકાસ માટે રેલ્વે બોડૅ દ્વારા જમીન ફાળવવામાં આવે તો ભાજપના પદાધિકારીઓને વાંધો જ ન હોઈ વષૅ ર૦ર૦ના લોકસભા સત્ર દરમ્યાન મે ખુદ રેલ્વે મંત્રીને રૂબરૂ મળી આ પ્રશ્ને રજૂઆત કરી હતી . કોંગ્રેસ ફકત પોતાના રાજકીય રોટલા શેકવા ભાજપના પદાધિકારીઓને બદનામ કરી રહયા છે.

અમરેલી જિલ્લાની રાજુલા શહેરની રેલ્વે બોડૅની જગ્યા ઉપર બગીચો તથા વિકાસના કામો કરવા માટે રેલ્વે બોડૅ તરફથી જમીન નગર પાલીકા–રાજુલાને ન ફાળવવામાં આવતા સ્થાનિક ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા છેલ્લા ૧પ દિવસ થી આંદોલન કરવામાં આવી રહયુ છે અને આ જમીન નગર પાલીકાને ન મળે તે માટે સાંસદ અને ભાજપના પદાધિકારીઓ તરફથી પ્રયત્નો કરવામાં આવી રહયા હોવાના આક્ષેપો થઈ રહયા છે ત્યારે અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ આ અંગે પોતાની અંગત પ્રતિક્રિયા આપતા જણાવેલ હતુ કે,
અમરેલી સંસદી વિસ્તારના વિકાસ માટે હું ર૦૦૯ થી સંસદસભ્ય તરીકે સતત પ્રયત્નો કરી રહયો છું ત્યારે રાજુલા શહેરનો વિકાસ થતો હોઈ તેમાં મને કશો વાંધો હોય જ નહી.

વષૅ ર૦ર૦ માં એટલે કે ગત વષેૅ મળેલ લોકસભા સત્ર દરમ્યાન રાજુલા શહેરને જમીન ફાળવવા મુદે હું ખુદ રૂબરૂ રે૬ત્સિવે મંત્રી પિયુષ ગોયલજીને મળેલ હતો. પરંતુ ભવિષ્યમાં આ જમીન અંગે રેલ્વે બોડૅ તરફથી આયોજન હોઈ જેથી રેલ્વે બોડૅ આ જમીન ફાળવી શકે તેમ નથી તેવું મને કહેવામાં આવેલ હતું. આ અંગે સાંસદે વધુમાં જણાવેલ છે કે, આગામી ટૂંક સમયમાં નગર પાલીકાની ચૂંટણી યોજાવાની હોઈ, જેથી કોંગ્રેસ જમીન મુદે ભાજપના નેતાઓને બદનામ કરી ફકત પોતાના રાજકીય રોટલા શેકી રહી છે. આજે પણ રાજુલા શહેરના વિકાસ માટે રેલ્વે બોડૅ તરફથી જમીન ફાળવવામાં આવે તો મને કે ભાજપના કોઈપણ પદાધિકારીઓને કોઈ જ વાંધો નથી અમે હંમેશા વિકાસ અનેજનતાની સાથે જ છીએ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/