fbpx
અમરેલી

અમરેલી શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે એડવોકેટ સંદીપ પંડયાની વરણી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દવારા અમરેલી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ એડવોકેટ સંદીપ પંડયાની નિમણુંક કરવામાં આવેલ છે . આજરોજ જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખશ્રી ડી.કે. રૈયાણી અને શરદભાઈ ધાનાણીના હસ્તે એડવોકેટ સંદીપ પંડયાને નિમણુંક પત્ર સોંપવામાં આવેલ હતું . એન.એસ.યુ.આઇ. , સેવાદળ અને લોક સરકાર ઇન્ચાર્જ તરીકે શ્રી સંદીપભાઈએ સુંદર કામગીરી કરેલ હતી . પક્ષને વફાદાર અને સનિષ્ઠ એવા સંદીપભાઈ પંડયાની અમરેલી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે વરણી થતા નેતા વિપક્ષ શ્રી પરેશભાઈ ધાનાણી , ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમર , ધારાસભ્યશ્રી અંબરીશભાઈ ડેર , ધારાસભ્યશ્રી પ્રતાપભાઈ દુધાત , જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ડી.કે. રૈયાણી સહિતના અગ્રણીઓએ આ નિમણુંકને આવકારેલ છે

Follow Me:

Related Posts