fbpx
અમરેલી

સાવરકુંડલા માનવ મંદિરે છતીશગઢ થી વિખૂટી પડેલ મનોદિવ્યાંગ મહિલા નું ચાર વર્ષે માવતર મિલન

છત્તીસગઢના એક નાનકડા ગામડામાંથી એક પાગલ મહિલા વિખૂટી પડી રખડતી ભટકતી પહોંચી ગઈ ગુજરાતના અમરેલી જિલ્લાના અમરેલી જિલ્લાના રાજુલા સીટી માં અને પોલીસે પહોંચાડી સાવરકુંડલાના માનવ મંદિર પાગલ આશ્રમમા..
ચાર વર્ષ આ આશ્રમમાં રહીને સાજી થતાં તેની યાદદાસ્ત પાછી આવી… આ રસપ્રદ કહાની છતીસગઢ થી સાવરકુંડલા..માવતર મિલન આ છે સાવરકુંડલા થી ૭  કિલોમીટર દૂર આવેલ માનવ મંદિર પાગલ આશ્રમ અહીંયા રખડતા ભટકતા નિરાધાર મહિલાઓને વિનામૂલ્યે સાચવવામાં આવે છે પૂ. ભક્તિ બાપુની નિશ્રામાં એક અનોખી સેવા કરાઈ રહી છે..


આજથી ચારેક વર્ષ પહેલા રાજુલા પોલીસ દ્વારા એક હિન્દીભાષી પાગલ મહિલાને આ આશ્રમ ખાતે મૂકવામાં આવી આ આશ્રમમાં આવી નિરાધાર ૫૮  પાગલ મહિલાઓ જે વિવિધ ભાષાની અને વિવિધ પ્રાંતની છે તેની સારવાર અને સેવા કરવામાં આવી રહી છે હિન્દી ભાષી મહિલાને દકુના હુલામણા નામથી પૂજ્ય ભક્તિ બાપુએ ઓળખ આપી.. ચાર વર્ષ જેવો સમય આ આશ્રમમાં વિતાવ્યા બાદ આ મહિલાની ધીમે ધીમે યાદશક્તિ પરત આવી અને તેમણે એક દિવસ પોતાની ભાષામાં તેનું નામ તેનું રાજ્ય અને માવતરની વિગત આપી. વિશ્વાસ સેવા કરી રહેલા ભક્તિ બાપુએ આ દીકરીનું દાખલ રજીસ્ટર અને વિગત સુરત જોઈ અને રાજુલા પોલીસ આ દીકરીને મુકવા આવી હતી ત્યારે રાજુલા પોલીસનો સંપર્ક કરી એમને વાત કરી કે આનું સરનામું શોધી તેને તેના ઘેર પહોંચાડો આમ અહીંયા અત્યાર સુધીમાં એટલે કે આઠ વર્ષ ના સમયગાળામાં ૯૦ જેટલી મનોરોગી પાગલ દીકરીઓ સાજી થઈ સમાજમાં પુન સ્થાપિત થઈ છે. ભક્તિ બાપુને ગૌરવ અને આનંદ એ વાતનો છે કે જે હેતુસર આઠ વર્ષ પહેલા આ પાગલ આશ્રમ શરૂ કર્યો હતો તે હેતુ ધીમે ધીમે પૂર્ણ થતો જાય છે તેને બાપુ પરમાત્માની અવિરત કૃપા ગણાવે છે…


આજથી ચારેક વર્ષ પહેલા રાજુલા બસ સ્ટેશનમાં એક અજાણી પાગલ મહિલા ને જોઈ રાજુલા પોલીસે તેમની પૂછપરછ કરતા પ્રાથમિક તબક્કે કોઈ જવાબ ન મળ્યો ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પગલું આશ્રયસ્થાન અને સલામતી ભર્યું જો કોઈ આશ્રમ કે સ્થળ હોય તો એ સાવરકુંડલા માં આવેલ માનુ મંદિર પાગલ આશ્રમ છે રાજુલા પોલીસના અધિકારી અને કર્મચારીઓ એ સાવરકુંડલા ખાતે આવી અને માનવ મંદિરમાં તેમને દાખલ કરી થોડા દિવસો પહેલાં જ માનવ મંદિર સાવરકુંડલા થી ભક્તિ બાપુએ રાજુલા પોલીસનો સંપર્ક કરી આ દીકરી તમે જે મૂકી ગયા હતા તે હવે સાજી થઈ ગઈ છે અને એક સામાજિક જવાબદારી સમજી તેમને તેમના ઘર સુધી પહોંચાડો ત્યારે રાજુલા પોલીસ માનવતા અને લાગણી દર્શાવી ભક્તિ બાપુના જણાવ્યા મુજબ દીકરીના માવતર નો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો અને છત્તીસગઢ રાજ્ય માંથી એક ગામડામાં રહેતા ગરીબ પરિવારના તેમના માવતર સાથે વાતચીત પણ કરી વોટ્સએપ અને વિડીયો કોલ ના માધ્યમથી તેમના માવતર અને દીકરી નો પણ વાતચીત કરાવી અને સાવરકુંડલા આવીને તેમની આ દીકરીને તેડી જવા જણાવ્યું હતું. દિકરી ના પિતા અને ભાઈ છત્તીસગઢ થી સાવરકુંડલા આવી પહોંચ્યા.. આ એક સામાજિક અને ગૌરવ ભર્યું કામ કરવા માટે પોલીસ પણ પોતાને ભાગ્યશાળી અને ભગવાનની કૃપા પાત્ર હોય તેવું માને છે..


છત્તીસગઢ થી આવેલા આ દીકરીના પિતા અને ભાઈ સ્વભાવે ભોળા ઓછું બોલનારા અને ગરીબ માવતર છે ચાર વર્ષ પહેલા પોતાની દીકરીને ગુમાવનાર પિતા દીકરીને જોઇને જ ભેટી પડ્યા અને શબ્દ થઈ ગયા કે શું કહેવું રાજુલા પોલીસ નો આભાર અને આ દીકરીને પાગલ માંથી સાજી કરનાર આ સાધુ સંતો પણ ખુબજ અહેસાન અને આભાર માન્યો..અને પોતાની આપવીતી પણ કહી બતાવી તેમનો ભાઈ પણ આ દૃશ્ય જોઈ ખૂબ જ ભાવુક બની ગયા અને સાવરકુંડલા નું આ રમણીય માનવમંદિર પરિસર જોઈને ગદગદિત થઈ ગયા ત્યારે સાજી થયેલ પોતાની બહેન સુનિતાએ ચાર ચાર વર્ષનો સમય વિતાવ્યો તે તમામ મનોરોગી બહેનપણીઓને મળી અને સૌ ની રજા લઈને પોતાના પિતા અને ભાઈ સાથે સાવરકુંડલા થી છતીસગઢ ની સફર માટે રવાના થયા..


આ સમાજમાં એવા પણ નરાધમો છે કે જેઓ રખડતા ભટકતા પાગલ મહિલાઓનો પણ દુરુપયોગ કરતા અચકાતા નથી  અને પરિવારથી તરછોડાયેલા ફૂટબોલના દડાની જેમ પછડાટ અને ફંગોળાતા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં આવી પહોંચે છે ત્યારે સમાજના એવા પણ શ્રેષ્ઠીઓ અને સંતો છે કે જેઓ આવા નિરાધાર નો આધાર બની તેને નવું જીવન આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.ત્યારે હવે સમાજને અને સરકારને જાગૃત બની આવી રખડતી ભટકતી મહિલાઓ માટે એક  નક્કર પ્રયાસ કરે અને તેને પરેશાન કરનાર નરાધમો માટે કડક સજાની જોગવાઈ કરશે તો જ વૃદ્ધાશ્રમ કે પાગલ આશ્રમો કે અનાથ આશ્રમ ના નિર્માણો અટકી જશે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/