fbpx
અમરેલી

જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા દ્રારા અમરેલી જિલ્લાનાં સા.આ.કે.ખાતે ઓપ્થાલમીક આસી.ની ભરતી નિમણુંક કરવા રાજયનાં મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રીને કરી રજુઆત

અમરેલી જિલ્લામાં આરોગ્ય સેવાઓ મેળવવા માટે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ંનાગરીકોને ખૂબ જ મુશ્કેલીઓ પડતી હોય છે. ગામડામા રહેતા દરેક લોકોની આર્થીક પરિસ્થીતી સારી હોતી નથી. આથી સરકારી આરોગ્ય સેવાઓનો લાભ લેવા માટે તેમને દુર જવુ પડતુ હોય છે. આરોગ્ય સેવામાં અત્યારે આંખને લગતી સેવાઓ અમરેલી જિલ્લામાં ખૂબ જ નહીવત છે. તેથી ગામડાનાં લોકોને મોતીયાની તપાસ તથા ઓપરેશન માટે દુર જવુ પડતુ હોય છે.

આંખની સેવાઓ માટે આંખના સર્જન દરેક સા.આ.કે.ખાતે સરકાર ફાળવી શકે નહી. પરંતુ આંખનાં સર્જન (ઓપ્થાલમીક સર્જન) ની જગ્યાની જો ઓપ્થાલમીકની આસીસ્ટન્ટની ભરતી નિમણુંક કરવામાં આવે તો નજીકનાં સા.આ.કે.ખાતે લોકો જઈ તેમની આંખની પ્રાથમિક તપાસ કરાવી શકે. ચશ્માનાં્ર નંબરની તપાસ, મોતીયાની તપાસ, જામરની તપાસ તથા આંખની સામાન્ય બીમારીઓની સારવાર ઓપ્થાલમીક આસીસ્ટન્ટ આપી શકતા હોય છે. તેઓએ તમામ પ્રકારની તાલીમ મેળવેલ હોય છે. અમરેલી જિલ્લામાં હાલમાં સા.આ.કે.બગસરા, કુંકાવાવ, ચિતલ, વંડા (સા.કુંડલા), જાફરાબાદ, લીલીયા, લાઠી, ખાંભા, ધારી ખાતે ગુજરાત સરકાર આરોગ્ય વિભાગ દ્રારા ઓપ્થાલમીક આસીસ્ટન્ટની જગ્યાઓ મંજર થયેલ છે. પરંતુ હાલમાં માત્ર લાઠી, ખાંભા અને ધારી આમ ત્રણ જ જગ્યાઓ ભરાયેલ છે. બાકીની બગસરા, કુંકાવાવ, ચિતલ, વંડા (સા.કુંડલા), જાફરાબાદ અને લીલીયા સા.આ.કે.ખાતે ઓપ્થાલમીક આસીસ્ટન્ટની જગ્યાઓ ખાલી છે. આથી આ વિસ્તારમાં લોકોને આંખની સારવાર મળતી નથી. સરકારશ્રી દ્રારા ઓપ્થાલમીક આસીસ્ટન્ટની નિમણુંક ફીકસ પગારમાં કરવામાં આવે છે. પણ ઉમેદવારો દુરનાં જિલ્લાનાં હોવાથી કોઈ ફરજ પર હાજર થતા નથી. આથી અમરેલી જિલ્લાને કે આજુબાજુનાં જિલ્લાનાં ઉમેદવારો મુકવામાં આવે તો હાજર રહી કામગીરી કરી શકે. આ બાબતે જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયાએ ગુજરાત રાજયનાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, નાયબમુખ્ય મંત્રીશ્રી નીતીનભાઈ પટેલ, આરોગ્ય મંત્રીશ્રી કીશોરભાઈ કાનાણીને લેખીતમાં રજુઆત કરી છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/