fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં દિવ્યાંગ સાધન સહાય યોજના માટે લાભ લેવા અનુરોધ

નિયામક સમાજ સુરક્ષા વિભાગ ગાંધીનગર દ્વારા ૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિઓનો કુત્રિમ અવયવો બેસાડવા તથા શૈક્ષણીક અને ધંધાકીય રીતે ઉપયોગી થાય તેવા સાધનો પુરા પાડી તેમનો શૈક્ષણીક વિકાસ અને સામાજીક પુન:સ્થાપન થાય તે હેતુથી દિવ્યાંગ સાધન સહાય યોજના અમલમા મુકવામા આવી છે.

આ યોજના હેઠળ દિવ્યાંગ લાભાર્થીને તેની દિવ્યાંગતામા રાહત થાય તેવા સાધનો અને સ્વરોજગારલક્ષી સાધનો રૂ.૨૦,૦૦૦ ની મર્યાદામા આપવામા આવે છે. ધ રાઈટ ઓફ પર્સન્સ વીથ ડિસેવીલીટીઝ એક્ટ-૨૦૧૬ માં દર્શાવેલ ૨૧ પ્રકારની દિવ્યાંગતા ધરાવતી દિવ્યાંગ વ્યક્તિને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. ૧૬ વર્ષની નીચેના વ્યક્તિને રોજગારલક્ષી સાધનો મળવાપાત્ર નથી. ૨૧ પ્રકારની દિવ્યાંગતા યોજનામા અંધત્વ, આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય, સાંભળવાની ક્ષતિ, કોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ સામાન્ય ઈજા જીવલેણ રક્તસ્ત્રાવ, ઓછી દ્રષ્ટિ, ધ્રુજારી સ્નાયુબધ્ધ કઠોરતા, બોદ્ધિક અસમર્થતા, હિમોગ્લોબિનની ઘટેલી માત્રા, રક્તપિત્ત-સાન્ન થયેલા દીર્ઘકાલીન એનેમીયા, એસિડના હુમલાનો ભોગ બનેલા, હલન ચલન સાથેની અશક્તતા, સેરેબલપાલ્સિ, વામાનતા, માનસિક બીમારી, બહુવિધ સ્કેલેરોસિસ- શરીરની પેશીઓ કઠણ થવાની વિકૃતિ, ખાસ અભ્યાસ સંબંધિત દિવ્યાંગતા, વાણી અને ભાષાની અશક્તતા, ચેતાતંત્ર-ન્યૂરોની વિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતિ, મલ્ટી ડિસેબીલીટીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ યોજનાનો લાભ મેળવવા https://esamajikalyan.gujarat.gov.in (ઈ-સમાજકલ્યાણ) પર તા.૩૦/૦૬/૨૦૨૧ સુધીમાં ઓનલાઈન અરજી કરવા અથવા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, બહુમાળી ભવન, બ્લોક એ, ગ્રાઉન્ડ ફ્લોર, રૂમ નં. ૧ થી ૪, અમરેલી ખાતે અરજી કરવાની રહેશે તથા વધુ વિગતની જાણકારી માટે  ટેલિફોન નંબર -૦૨૭૯૨-૨૨૩૦૨૯ ઉપર સંપર્ક કરવા વધુમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/