fbpx
અમરેલી

સમસ્ત વ્યાયામ મંદિર તથા જિલ્લા ડાયમંડ એસો.દ્રારા નવનિયુકત હોદેદારોનું સન્માન કાર્યક્રમ યોજાયો.

તાજેતરમાં જ અમરેલી સમસ્ત વ્યાયામ મંદીર (અખાડા) તથા
અમરેલી જિલ્લા ડાયમંડ એસો. ના સંયુકત ઉપક્રમે અમરેલીના નવનિયુકત હોદેદારોનું સન્માન સમારોહ યોજવામાં આવેલ હતો.

જેમાં નવનિયુકત હોદેદારને પુષ્પગુચ્છ , હાર અને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં અમરેલી લોહાણા મહારાજના નવનિયુકત પ્રમુખ જીતુભાઈ ગોળવાળા તથા અમરેલી લાયન્સ મેઈનના પ્રમુખ તરીકે દીનેશભાઈ ભુવાનું સન્માન ગુજરાત વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી દ્રારા કરવામાં આવ્યું હતું, તથા અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ સતત બીજી ટર્મ્સ માટે મનીષ ભંડરેી તથા અમરેલી શહેર પ્રમુખ સંદીપ પંડયા તથા અમરેલી બિલ્ડર એસો. પ્રમુખ તરીકે ચંદુભાઈ વોરાનું પણ સન્માન કરવામાં આવ્યુ, આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સફળ સંચાલન શરદ ધાનાણી તથા લલીત ઠુંમર દ્રારા કરવામાં
આવેલ હતું.

Follow Me:

Related Posts