fbpx
અમરેલી

કોંગ્રેસનાં 3-3 જિલ્‍લા પૂર્વ પ્રમુખોની ઉપસ્‍થિતિમાં અમરેલીમાં ‘કોંગ્રેસ બચાવો’ અંતર્ગત બેઠક યોજાઈ

અમરેલી જિલ્‍લામાં તાજેતરમાં સંપન્‍ન થયેલ સ્‍થાનિક સ્‍વરાજયની સંસ્‍થાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષનો ભારે રકાશ થતાં અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભભઆપભભનું આગમન થવાની દહેશતથી જિલ્‍લા કોંગ્રેસના આગેવાનોમાં પક્ષને મજબૂર સ્‍થિતિમાંથી મજબૂત સ્‍થિતિમાં લઈ આવવા માટે શું કરી શકાય તે માટેની એક બિન સતાવાર બેઠક અમરેલીના સરકીટ હાઉસમાં મળી હતી.

આ બેઠકમાં પૂર્વ ધારાસભ્‍ય અને પૂર્વ જિલ્‍લા પ્રમુખ ઠાકરશીભાઈ મેતલીયા, પૂર્વ જિલ્‍લા પ્રમુખ અર્જુન સોસા અને શંભુભાઈ દેસાઈ, અરવિંદ સિતાપરા, રફીકભાઈ મોગલ, નરેશ અઘ્‍યારૂ, ટીકુભાઈ વરૂ, રવજીભાઈ પાનસુરીયા, આંબાભાઈ કાકડીયા સહિતના આગેવાનો ઉપસ્‍થિત રહયા હતા. અને જિલ્‍લામાં કોંગ્રેસની હાલત સુધારવા માટે આગામી દિવસોમાં જિલ્‍લાભરના ર00થી વધુ આગેવાનો સાથે બેઠક કરીને કોંગ્રેસને મજબૂત કરવાની રણનીતિ તૈયાર કરવાનો નિર્ણય કરવામાં આવ્‍યો હતો.

આ બેઠકમાં જિલ્‍લા કોંગી પ્રમુખ ડી.કે. રૈયાણી અને ધારાસભ્‍ય પ્રતાપ દુધાત, વિરજી ઠુંમર અને અંબરિષ ડેરની સૂચક ગેરહાજરી જોવા મળી હતી. તો વિપક્ષીનેતા પરેશ ધાનાણી પણ આ બેઠકથી અજાણ હોવાનું જાણવા મળેલ છે.

વિપક્ષીનેતાના હોમ ટાઉનમાં મળેલબેઠકથી જિલ્‍લાના કોંગી રાજકારણમાં નવા-જૂનીના એંધાણ જોવા મળી રહયા છે. હવે પ્રશ્‍ન એ છે કે આ બેઠક કોંગ્રેસને મજબૂત બનાવવા માટે હતી કે મજબૂર બનાવવા તે તો સમય જ કહી શકશે.

Follow Me:

Related Posts