fbpx
અમરેલી

દામનગર પંથકમાં મોબાઈલની ચોરી કરનાર શખ્‍સ ઝડપાયો

દામનગર ટાઉનમાં ગોડાઉનની ઓફિસમાંથી મોબાઈલ ફોનનની ચોરી અને ગુરૂકુળ તથા ગૌશાળામાં ચોરીની કોશિષ કરનાર ઈસમને ચોરીના મોબાઈલ ફોન નંગ-1 કિંમત રૂા. પ00નાં મુદામાલ સાથે અમરેલી એલસીબીએ પકડી પાડેલ છે.

વિગત એવા પ્રકારની છે કે, ગઈ તા. 10/6/ર1નાં રાત્રીનાં સાડા અગિયાર વાગ્‍યાથી તા.11/6/ર1નાં સવારનાં પાંચ વાગ્‍યા દરમ્‍યાન ત્રણ અજાણ્‍યા ઈસમોએ પ્રાગજીભાઈ કરશનભાઈ ખેની (ઉ.વ. 70) ધંધો વેપાર, રહે. દામનગર, પરમાનંદ સોસાયટી, તા. લાઠી, જિ. અમરેલીનાઓના સાગર ટ્રેડીંગ કાું.નાં ગોડાઉનની ઓફિસનાં દરવાજા તથા રૂમના દરવાજાના તાળા તથા કાચ તોડી, ગેરકાયદેસર રીતે અંદર પ્રવેશ કરી, ઓફિસમાં સામાન વેર-વિખેર કરી મોબાઈલ ફોનની ચોરી કરી, દામનગર ગુરૂકુળ તથા ગૌશાળામાં ચોરીનો પ્રયાસ કરેલ હોય આ અંગે પ્રાગજીભાઈ કરશનભાઈ ખેનીએ અજાણ્‍યા ઈસમો વિરૂઘ્‍ધ ફરિયાદ આપતા દામનગર પોલીસ સ્‍ટેશનમાં ગુન્‍હો દાખલ થયેલ હતો.

અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્‍ત રાયે અમરેલી જિલ્‍લામાં બનવા પામેલ મિલ્‍કત સબંધી વણશોધાયેલ ગુન્‍હાઓનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડવા તથા ચોરીનો મુદામાલ રીકવર કરી તેના મુળ માલિકને મિલ્‍કત પાછી મળે તે માટેના સઘન પ્રયત્‍નો હાથ ધરવા સુધના અને માર્ગદર્શન આપેલ હતું.

અમરેલી એલસીબી ઈન્‍ચાર્જ પોલીસ ઈન્‍સ્‍પેકટર આર.કે. કરમટા, પોલીસ સબ ઈન્‍સ્‍પેકટર પી.એન. મોરી તથા એલસીબી ટીમ ઘ્‍વારા અમરેલી બસ સ્‍ટેશન પાસેથી શંકાસ્‍પદ આંટાફેરા મારતા ઈસમને પકડી પાડેલ અને તેની પાસેથી દામનગર મુકામે ગોડાઉનમાંથી ચોરી થયેલ મોબાઈલ ફોન નંગ-1 મળી આવતા તેની સામે ધોરણસર કાર્યવાહી થવા અમરેલી સીટીપોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે.

પકડાયેલ આરોપી શૈલેષ જગદીશભાઈ ડામોર (ઉ.વ. ર7) રહે. હાલ બોટાદ, સાળંગપુર રોડ.

પકડાયેલ ઈસમ બોટાદ મુકામે મજુરી કામ કરે છે અને પોતાના મિત્રો સુરમલ રતનભાઈ બારૈયા તથા ટીણાએ સાથે મળીને ઉપરોકત ચોરી કરેલ હોવાનું પુછપરછ દરમ્‍યાન જણાવેલ છે. આ બંને ઈસમોને પકડી પાડવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts