fbpx
અમરેલી

અમરેલી માહિતી કચેરીના એચ. બી. વાઘેલા વયનિવૃત્ત થતા ભાવસભર વિદાયમાન અપાયું

અમરેલી જિલ્લા માહિતી કચેરીના કર્મી શ્રી એચ. બી. વાઘેલા આજે વયનિવૃત્ત થતાં માહિતી કચેરીના સ્ટાફ દ્વારા ભાવસભર વિદાય આપવામાં આવી હતી. માહિતી ખાતામાં ૩૮ વર્ષ સેવા આપી વયનિવૃત્ત થનાર શ્રી વાઘેલાને માહિતી કચેરીના સ્ટાફ દ્વારા સ્વસ્થ અને નિરામય જીવનની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.


વર્ષ ૧૯૮૩માં સરકારી સેવામાં જોડાયા બાદ શ્રી વાઘેલાએ અમરેલી જિલ્લામાં સેવાઓ આપી હતી. આ વિદાયમાન સમારંભમાં કચેરીના સ્ટાફ દ્વારા શ્રી વાઘેલાને શ્રીફળ, સાકર અને સાલ અર્પણ કરવામાં આવી. સહકર્મીઓ દ્વારા યાદગીરીરૂપે શ્રી વાઘેલાને મોમેન્ટો પણ અર્પણ કરવામાં આવ્યો હતો.


આ પ્રસંગે અમરેલી માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક સુશ્રી સોનલ જોશીપુરા તથા સુમિત ગોહિલ, પાથરભાઈ, ધડૂકભાઈ, પીપળીયાભાઈ, મુકેશભાઈ ભટ્ટ, મનસુખભાઇ અને શારદાબેન ઉપસ્થિત રહ્યા હતા. માહિતી કચેરીના નિવૃત અધિકારી શ્રી જી.વી. દેવાણી તેમજ અન્ય મિત્રો ઉપસ્થિત રહ્યા હતા

Follow Me:

Related Posts