fbpx
અમરેલી

સરકારની યોજનાઓના અમલીકરણમાં અધિકારીઓને પડતી મુશ્કેલીઓ સમજવા એમની સાથે સંવાદ જરૂરી : કૃષિમંત્રી ફળદુ સરકારની વિવિધ યોજનાના અસરકારક અમલીકરણ માટે યોજાઈ સમીક્ષા બેઠક

કૃષિમંત્રી શ્રી આર. સી. ફળદુની અધ્યક્ષતામાં આજે અમરેલીના જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સભાખંડ ખાતે જિલ્લાના અગ્રણીઓ તેમજ ખેતી, બાગાયત, ગ્રામ વિકાસ, એસ.ટી., વાહન વ્યવહાર જેવા વિભાગોના જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ તકે કૃષિમંત્રી શ્રી આર. સી. ફળદુએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અસરકારક અમલીકરણ અર્થે તેમજ અમલીકરણ વખતે અધિકારીઓને પડતી અગવડતા કે મુશ્કેલીઓને સમજવા આ સમીક્ષા બેઠક ફિલ્ડમાં જઈને યોજવાનો આ નવતર અભિગમ અપનાવ્યો છે. અગાઉ આવી જ રીતે સમીક્ષા બેઠકો પાટનગરમાં થતી હતી પરંતુ હવેથી આવી બેઠકો ફિલ્ડમાં જ યોજવાનું આયોજન છે જેનાથી અધિકારીઓ સાથે બેસીને એકદમ ગ્રાસરુટ લેવલ પર અસરકારક કામગીરી થઇ શકે. આવું કરવાથી વહીવટમાં સરળતાની સાથે સાથે પારદર્શકતા પણ વધશે એવી મંત્રીશ્રીએ આશા વ્યક્ત કરી હતી.

જિલ્લાના અગ્રણીઓ સાથેની બેઠકમાં સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા અને પ્રમુખશ્રી કૌશિકભાઈ વેકરીયાએ તાજેતરમાં આવેલા તાઉતે વાવાઝોડાંની ગંભીર અસરને લીધે ખેતીવાડી અને પશુપાલનને થયેલા નુકસાન અંગે વિગતવાર ચર્ચા કરી હતી. આ ઉપરાંત અગ્રણીઓએ તાઉતે વાવાઝોડા અંતર્ગત કરવામાં આવેલા સર્વેની કામગીરી અંગે તેમજ જાફરાબાદ અને જિલ્લાના અન્ય દરિયાકાંઠા વિસ્તારમાં વંચિતોને સહાય આપવા મુદ્દે વિસ્તૃતમાં ચર્ચા કરી હતી. ચર્ચા દરમિયાન વાવાઝોડાં અંતર્ગત મંજુર કરવામાં આવેલી સહાયમાં વંચિત રહી ગયેલા લાભાર્થીઓને વહેલી તકે સહાય મળે અને કોઈપણ લાભાર્થી સહાય મેળવવામાં બાકી ન રહે એ દિશામાં પ્રયત્નો કરવામાં આવશે તેવી મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

અગ્રણીઓ સાથેની બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ સુશ્રી રેખાબેન મોવલિયા તથા સર્વે અગ્રણી સુશ્રી ભાવનાબેન ગોંડલીયા, શ્રી હિરેનભાઈ હિરપરા, જલ્પેશભાઈ મોવલિયા સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કૃષિ-બાગાયત વિભાગના અધિકારીઓ સાથેની બેઠકમાં ખેતીવાડી અધિકારીશ્રીએ રાજ્ય સરકારની સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના હેઠળની કિસાન પરિવહન યોજના, સ્માર્ટ હેન્ડ ટુલ કીટ, નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી યોજના, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને દેશી ગાયના નિભાવ માટે સહાય યોજના,તાર ફેન્સીંગ જેવી અનેકવિધ યોજનાઓમાં જિલ્લામાં કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી હતી. ત્યારબાદ ખેતીવાડી અધિકારીશ્રીએ અમરેલી જિલ્લામાં ટ્રેકટર, મિકેનીઝેશન, તાઉતે વાવાઝોડા હેઠળ જાહેર કરવામાં આવેલા કૃષિ રાહત પેકેજના ચુકવણા, વરસાદ અને પાકની સ્થિતિ, વાવેતર વિસ્તાર અને રોગ જીવાતની પરિસ્થિતિ અંગે મંત્રીશ્રીને માહિતી આપી હતી. મંત્રીશ્રીએ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરી અંગે સંતોષ વ્યક્ત કરી વધુમાં વધુ લાભાર્થીઓને વહેલી તકે લાભ મળે અને દરેક યોજનાના સુચારુ અમલીકરણ થાય તે માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત તાઉતે વાવાઝોડામાં ખેતીવાડીના ફીડરોમાં મોટા પાયે નુકસાન થતા ખેતી માટે વીજપુરવઠો પૂર્વવત કરવા વીજવિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

અમરેલી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી સક્સેનાએ જિલ્લામાં પ્રધાનમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના, સ્વચ્છ ભારત મિશન, મનરેગા, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન જેવી વિવિધ યોજના હેઠળ કરવામાં આવેલી કામગીરીની આંકડાકીય વિગતો મેળવી જરૂરી સૂચનો આપ્યા હતા. ત્યારબાદ મંત્રીશ્રીએ અમરેલીના એસ. ટી. વિભાગ અધિકારીઓ સાથે એસ. ટી. બસના રૂટ, નવા બસ ડેપોના બાંધકામ, નવા રૂટ ચાલુ કરવા અંગેની દરખાસ્તો વિષે માહિતી મેળવી હતી. અમરેલી આર.ટી.ઓ.ના અધિકારીશ્રી ટાંક અને પઢીયારએ અમરેલી આર.ટી.ઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીની વિગતોનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/