fbpx
અમરેલી

અમરેલી અધિકારીઓ સાથે રીવ્યુ બઠક માટે આવેલ મંત્રી શ્રી આર.સી. ફળદુ જીને તાઉ’તે વાવાઝોડા બાદ જીલ્લામાં સજૉયેલ પ્રશ્નો અંગે રજૂઆત કરતા સાંસદ


સહાયમાં બાકી રહેલનો રીસવેૅ કરવા, ખેતીવાડીમાં વિજપુરવઠો ચાલુ થાય તે માટે વધુ ટીમો ફાળવવા, ચણા ખરીદીની અને નવા–જુનુ કરવાની સમય મયૉદા વધારવા સહીતના પ્રશ્નો અંગે કરાઈ રજૂઆત

આજ તા. ૧ જુલાઈના રોજ ગુજરાત રાજયના ક’ષિ, ગ્રામ વિકાસ, મત્સ્યોદ્યોગ અને વાહન વ્યવહાર મંત્રી શ્રી આર.સી.ફળદુ સાહેબ તેમના હસ્તકના તમામ વિભાગની રીવ્યુ બેઠક માટે અમરેલી આવેલ હતા ત્યારે સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ તાઉ’તે વાવાઝાડા બાદ સજૉયેલ પ્રશ્નો અને લોકો–ખેડૂતોને પડી રહેલ મુશ્કેલીઓ અંગે મંત્રીશ્રીનુંં ધ્યાન દોરી વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરેલ હતી. આ તકે જીલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી કૌશિકભાઈ વેકરીયા, જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી રેખાબેન મોવલીયા, પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી શ્રી હીરેનભાઈ હીરપરા, જીલ્લા ભાજપ મહામંત્રીઓ શ્રી ભુપેન્દ્રભાઈ બસીયા અને શ્રી રાજુભાઈ કાબરીયા, પ્રદેશ મહીલા મોરચા મંત્રી કુ. ભાવનાબેન ગોંડલીયા અને પ્રદેશ બક્ષીબંચ મોરચા મંત્રી શ્રી મયુરભાઈ માંજરીયા સહીતના પદાધિકારીઓ ઉપસ્થિત રહયા હતા. આ તકે સાંસદશ્રીએ કરેલ રજૂઆત મુજબ તાઉ’તે વાવાઝોડા બાદ સરકારશ્રી તરફથી તાત્કાલીક સવેૅ કરાવી લાભાથીૅઓ માટે નાણાંકીય ફાળવણી તો કરી દેવામાં આવેલ છે પરંતુ રાષ્ટ્રીયક’ત બેંકોના અધિકારીઓની મનમાનીને લીધે હજુ સુધી લાભાથીૅઓ સુધી પૈસા પહોચેલ નથી. તો તાત્કાલીક બેંકો દ્વારા પૈસા ચુકવાઈ તે માટે જરૂરી સૂચનાઓ આપવી.


વાવાઝોડા બાદ જે તે સમયે સવેૅ થયો તે ઘણો ઉતાવળે થયેલ હોવાને લીધે ઘણા ખેડૂતો જે ખરેખર નુકશાન વાળા છે તે વંચિત રહી જવા પામેલ છે. તેઓએ પાછળથી રી–સવેૅ માટે અરજીઓ કરેલ છે જેથી રી–સવેૅની જેટલી અરજીઓ તાલુકા કે જીલ્લા કક્ષાએ મળવા પામેલ છે તે મંજુર કરી વંચિત રહેલ ખેડૂતોને પણ સહાય મળી રહે તેવી વ્યવસ્થા કરવી.

સરકારશ્રી તરફથી જીલ્લામાં જેમના પી.એમ. થયેલ હતા તેવા માનવ મ’ત્યુ અન્વયે સહાય ચુકવાઈ ગયેલ છે પરંતુ જે તે સમયે રસ્તાઓ–વાહન વ્યવહાર બંધ હોવાને લીધે પી.એમ. બાકી રહી ગયેલ હોય અને પરીવારજનો દ્વારા દૈન ક્રિયા કરી દેવામાં આવેલ હોય તેવા ચાર થી પાંચ કેસો અમારી સમક્ષ આવેલ છે. તો આવા કેસોની તપાસ કરાવી પોતાના સ્નેહીજનને ગુમાવનાર પરીવારોને સહાય મળી રહે તે માટે યોગ્ય કરવુ.


સરકારશ્રીની સતત દેખરેખ અને પી.જી.વી.સી.એલ. તરફથી કરવામાં આવેલ સરાહનીય કામગીરીને લીધે વાવાઝોડાના થોડા દિવસોમાં જ ગ્રામ્ય વિસ્તારોમાં અને ખેતીવાડીમાં વિજ પુરવઠો પુન: કાયૉન્વિત થયેલ હતો પરંતુ હજુ પણ ઘણા ફીડરો, ટી.સી. અને થાંભલાઓ ઉભા કરવાના બાકી છે તો અમરેલી જીલ્લા માટે વધુ ટીમોની ફાળવણી કરી બાકી રહેલ ખેતીવાડીમાં વિજપુરઠો પુન: ચાલુ થાય તેવી વ્યવસ્થા કરવી.


કોરોના અને વાવાઝોડા બંને આપદાને લીધે એસ.ટી. વિભાગ તરફથી ગ્રામ્ય વિસ્તાર અને મોટા રૂટની બસો બંધ કરવામાં આવેલ હતી. જેમાંથી હજુ ઘણા રૂટો ચાલુ થયેલ નથી તેવી રજૂઆતો અમારી સમક્ષ આવી રહી છે તો બાકી રહેલ તમામ રૂટોની બસ પુન: રાબેતામુજબ ચાલુ થાય તે માટે એસ.ટી. વિભાગને જરૂરી સૂચના આપવામાં આવે.


તાઉ’તે વાવાઝોડાના દિવસે બહાર ન નીકળવા વહીવટી તંત્રની સૂચના હોવા છતા વાવાઝોડુ થોડુ શાંત પડતા શીયાળબેટના માછીમારો પોતાની બોટને લાંગરવા અને બચાવવા માટે બહાર નીકળેલ ત્યારે વાવાઝોડુ પુન: ભયંકર બનતા આ માછીમારો પોતાની બોટ તો ન બચાવી શકયા પરંતુ તેઓ મ’ત્યુને ભેટેલ હતા. આવા માછીમારોનો પણ સવેૅ કરી સહાય મળવી જોઈએ.


વાવાઝોડા બાદ સરકારી તથા પ્રાઈવેટ કંપનીઓના ટાવર બંધ હોવાને લીધે ચણા ખરીદીની પ્રક્રિયાના મેસેજ ખેડૂતોને મળતા નથી અથવા તો મોડા મળી રહયા છે. જેના લીધે ખેડૂતો પોતાના ચણા ટેકાના ભાવે વેચી શકયા નથી આવા પુષ્કળ કિસ્સાઓ અમારી સમક્ષ આવેલ છે. આ બાબતે નીગમના અધિકારીઓ સાથે વાત કરતા તેઓ દ્વારા ચણા ખરીદીની અંતિમ તારીખ ૩૦ જૂન છે તેમ અમોને જણાવેલ હતુ પરંતુ ખરેખર અંતિમ તારીખ ૬ જૂલાઈ છે. જેથી નીગમ દ્વારા પદાધિકારીઓને ગેરમાગેૅ દોરવામાં આવી રહયા છે જે ખુબ જ ગંભીર બાબત ગણાય. તેથી આ અંગે સ્થાનિક અધિકારીઓને જરૂરી સૂચના આપવામાં આવે અને ચણા ખરીદીની સમય મયૉદા હજુ ૧૦ દિવસ વધારવામાં આવે.


ઉપરાંત ખેડૂતોને ધિરાણ નવા–જુનુ કરવાની છેલ્લી તારીખ ૩૦ જૂન હતી પરંતુ સવૅર સ્લો હોવાને લીધે અને વાવાઝોડા બાદ ઈન્ટરનેટ કનેકટીવીટીમાં વિક્ષેપ હોવાને લીધે હજુ ઘણા ખેડૂતો ધિરાણ નવુ–જુનુ કરવામાં બાકી રહી જવા પામેલ છે. તો ખેડૂતોના હિતમાં હજુ ૧પ દિવસની મુદત વધારવા અંગે પણ રજૂઆત કરેલ હોવાનું સાંસદ કાયૉલયની અખબારી યાદીમાં જણાવેલ છે.

Follow Me:

Related Posts