fbpx
અમરેલી

ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન વસંતભાઇ મોવલીયાના જન્મદિન નિમિત્તે ડાયાબિટીસ, બ્લડપ્રેશર ચેકઅપ કાર્યક્રમનું થયેલ આયોજન

લાયન્સ ક્લબ્ઝ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીકટ ૩૨૩૨-જે  ના ડિસ્ટ્રીકટ ગવર્નર લાયન વસંતભાઇ મોવલીયાના જન્મદિન નિમિત્તે તા. ૦૫-૦૭-૨૦૨૧ ને સોમવારે કિશાન મોલ, માર્કેટિંગ યાર્ડ પાસે જીલ્લા પંચાયત અર્બન હેલ્થ સેન્ટરના સહયોગથી લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા વિનામૂલ્યે ડાયાબીટીસ ચેક અપ, બ્લડ પ્રેશર ચેક અપ, જનરલ બીમારીની તપાસ, દવા વિતરણ, મેલેરિયા ટેસ્ટ અને આર.ટી.પી.સી.આર. ટેસ્ટ અંગેના કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.

ડિસ્ટ્રીકટ ગવર્નર લાયન વસંતભાઇ મોવલીયા તેમજ લાયન જીતુભાઈ ડેર દ્વારા દિપ પ્રાગટ્ય કરી આરોગ્ય કેમ્પનું ઉદ્દઘાટન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે ડિસ્ટ્રીકટ કેબિનેટ સેક્રેટરી લાયન મુકેશભાઈ કોરાટ, લાયન જયેશભાઈ કે પંડ્યા ડિસ્ટ્રીકટ કેબિનેટ ટ્રેઝરર લાયન કાંતિભાઈ વઘાસિયા ડિસ્ટ્રીકટ પી.આર.ઓ. લાયન એમ. એમ. પટેલ, ગ્લોબલ સર્વિસ ટીમના કો.ઓર્ડીનેટર લાયન પરેશભાઈ કાનપરિયા ઉદ્દઘાટન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. અને કેમ્પની સફળતા માટે શુભેછા પાઠવી હતી. ડી.એસ.ઓ. ડૉ. એ. કે. સીંગ પણ આ કેમ્પમાં ઉપસ્થિત રહી દરેકને પ્રોત્સાહિત કર્યા હતા. આ ચેકઅપ કેમ્પમાં ૩૪૬ વ્યક્તીઓએ લાભ લીધેલ હતો. આરોગ્ય અંગેની સેવાઓ સમાજ સુધી પહોંચાડી ડિસ્ટ્રીકટ ગવર્નરને જન્મદિન નિમિત્તે વિશિષ્ટ ભેટ લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી)  દ્વારા આપવામાં આવેલ હતી.

આ આરોગ્ય વિષયક કેમ્પમાં ડૉ. રાજુભાઈ કથીરિયા, ડૉ. હેતલબેન ગળથીયા, ડૉ. ક્રિષ્નાબેન ખૂટ, ડૉ. કોમલબેન ડાભી, ડૉ.અલ્પાબેન આહીર ડૉ.વસીમભાઈ ભટ્ટી ડૉ. કિશનભાઇ ગોહેલ, ડૉ. અલ્પેશભાઈ નિમાવત તેમજ ફાર્માસિસ્ટ મૌલિકાબેન ધડુક, એફ.એચ.ડબલ્યુ. વંદનાબેન ગોંડલીયા, વૈશાલીબેન ધંધુકિયા, કાનુ બારૈયા વગેરેએ પોતાની અમૂલ્ય સેવાઓ આપેલ હતી. આ કેમ્પને સફળ બનાવવા માટે લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી)ના પ્રમુખ લાયન રમેશભાઇ કાથરોટીયા, સેક્રેટરી લાયન સાહસ ઉપાધ્યાય, ટ્રેઝરર લાયન રિધેશભાઈ નાકરાણી પ્રોજેક્ટ ચેરપર્સન અને પુર્વ તત્કાલીન પ્રમુખ લાયન રાજેશભાઈ માંગરોળીયા. લાયન વિનુભાઈ આદ્રોજા, લાયન ઋજુલભાઈ ગોંડલીયા, લાયન ભગવાનભાઈ કાબરીયા, લાયન ડૉ. વિરલભાઈ ગોયાણી, લાયન મહેશભાઈ એમ. પટેલ, લાયન નરેશભાઈ જોગાણી લાયન કિશોરભાઈ શિરોયા, લાયન શરદભાઈ વ્યાસ, લાયન ભદ્રેશસીંહ પરમાર, લાયન રમેશભાઈ ગોલ, વગેરેએ જહેમત ઉઠાવેલ હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/