fbpx
અમરેલી

લાઠી તાલુકા અને શહેર કોંગ્રેસની કારોબારી બેઠક ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરના અધ્યક્ષ સ્થાને મળી આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના વિરોધમાં વિશાલ સાયકલ રેલી યોજાશે

 લાઠી લુવારીયા રોડ ઉપર કોળી સમાજની વાડીમાં શહેર અને તાલુકા કોંગ્રેસની કારોબારી બેઠક ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરના અધ્યક્ષ સ્થાને યોજાય હતી જેમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ કાકડિયા, કોંગ્રેસ અગ્રણી જીતુભાઈ વાળા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધીરુભાઈ ધોળકિયા,લાઠી ન.પાલીકા સદસ્ય વિરોધ પક્ષના નેતા ભૂપેન્દ્રભાઇ સેજુ, દામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ રામજીભાઈ ઈસામલીયા,દામનગર પાલીકામા ચુંટાયેલા સભ્યો, તેમજ ચાવંડ, દેવળીયા,કેરીયા રામપર, દામનગર, સહિત અનેક ગામોમાથી કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.   લાઠી ખાતે મળેલ કોંગ્રેસની કારોબારી બેઠકમાં ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર,તેમજ કોંગ્રેસનાં વરિષ્ઠ આગેવાનો દ્વારા સંગઠનને મજબૂત કરવા કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ જરૂરી સૂચન અને માર્ગદર્શન આપ્યું હતું

તેમજ કારમી મોંઘવારીના મુદા ને લોકોના ઘર સુધી પહોંચાડવા કાર્ય કોંગ્રેસના દરેક સૈનિક દ્વારા કરવું પડશે તેવું જણાવી રાજ્ય અને કેન્દ્ર સરકાર પર ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે આકરા પ્રહાર કર્યા હતા લાઠી તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ કાકડિયા દ્વારા  જણાવ્યું હતું કે હાલ મોંઘવારીએ માઝા મૂકી છે ગરીબ અને મધ્યમ વર્ગ કારમી મોંઘવારીના કારણે મુંજાઈ ગયો છે એક તરફ કોરોનાના કારણે ધંધા રોજગાર ભાંગી ગયા છે બીજી તરફ શાકભાજી,તેલ,કઠોળ,ગેસ અને પટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોચી રહ્યા છે ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારની આંખ અને કાન ખોલવા લોકોમાં ચેતના જગાડવા આગામી દિવસોમાં લાઠી શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા ભવાની સકૅલથી ચાવંડ દરવાજા સુધી જન ચેતના યાત્રા કાઢશે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરની આગેવાની હેઠળ આ યાત્રામાં દરેક કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં સાયકલ સાથે જોડાશે એક પ્રકારે આ સાયકલ યાત્રા કાઢી ભાજપ સરકારને કારમી મોંઘવારીનો વિરોધ પ્રદર્શન જગાડવાનો પ્રયાસ કરાશે તેવું જણાવ્યું હતું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/