fbpx
અમરેલી

સમર્થ વ્યાયામ મંદિરની કાયાપલટમાં જેમનો સિંહ ફાળો છે તેવા પી.પી.સોજીત્રાનું રમતવીરો દ્ધારા અદકેરૂં સન્માન

અમરેલી શહેરના લોકોના હદયમાં ''અખાડા''ના નામથી જાણીતા સમર્થ વ્યાયામ મંદિરનો લાભ અમરેલીના સેંકડો યુવાન રમતપ્રેમીઓ, બાળકો તથા તંદુરસ્તી અને ફીટનેસ ટકાવવા ઈચ્છતા મોટી ઉંમરના વડીલો વર્ષોથી લેતા આવ્યા છે. ૮ દાયકાથી પણ વધુ સમયથી કાર્યરત આ સંસ્થાએ અમરેલી જીલ્લાને અનેક કુસ્તીબાજો અને વિવિધ સ્પોર્ટસના ખેલાડીઓ આપ્યા છે. સમયાંતરે તેના મેદાનમાં મુંબઈ સ્થિત સ્વ. મંગળદાસ મહેતાના ઉદાર દાનથી જોગીંગ ટ્રેકનું નિર્માણ કરવામાં આવ્યું જેનો લાભ અસંખ્ય નાગરિકો લઈ રહયા છે. પરંતુ, અખાડાની મૂળ ઈમારત જર્જરીત બની ચુકી હતી. આવા સામયે આ સંસ્થા સાથે જોડાયેલ ડો. ભરત કાનાબારે યુવાનો માટે અદ્યતન બેડમીન્ટન કોટ બનાવવાનો વિચાર મુકયો. આ માટે ડો. કાનાબારે અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાનો સંપર્ક કરી તેમની ગ્રાન્ટમાંથી રપ લાખ રૂપિયા આપવા માટે તેમને સંમત કર્યા. પણ આ રકમ અપુરતી હતી. આ બાબત પી.પી. સોજીત્રાના ધ્યાને આવતાં તેમણે બેડમીન્ટન કોટ બનાવવા ખુટતી રકમ પોતે નગરપાીલકાના માધ્યમથી પુરી કરી દેશે તેવી ખાત્રી આપી એટલું જ નહીં પણ અખાડાના જુના મકાનને પાડી ત્યાં આધુનિક સુવિધાસભર જીમ બનાવવા માટે પણ મદદ કરવાની ખાત્રી આપી.

    આજે પી.પી. સોજીત્રાની દ્રષ્ટિ અને કુનેહને કારણે વ્યાયામ મંદિરને ઈન્ટરનેકશનલ કક્ષાનો બેડમીન્ટન કોટ અને અતિ આધુનિક જીમ ઉપલબ્ધ થયા છે. આજે સેંકડો યુવક–યુવતીઓ ખુબજ નજીવી ફી ભરી આ અદ્યતન જીમનો લાભ લઈ રહયા છે.

    આ ઉપરાંત વ્યાયામ મંદિરમાં સર્વેલન્સ કેમેરા તથા પાછળના ભાગમાં સુવિધાસભર સ્નાનાગર પણ પી.પી. સોજીત્રાની જ દેન છે. અખાડામાં તેમના આ યોગદાન માટે, તા. ૧ર/૭/ના સોમવારે, અખાડાંનો લભ લેતાં વિવિધ રમતોના ગૃપ દ્ધારા શ્રી પી.પી. સોજીત્રાનું ભવ્ય સન્માન કરવામાં આવેલ.

    આ પ્રસંગે ઉપસ્થિત વ્યાયામ મંદિરના ટ્રસ્ટી શ્રી એમ.કે. સાવલીયાએ પી.પી. સોજીત્રાએ કરેલ મદદને બિરદાવી, અમરેલી શહેરમાં છેલ્લા ૧૦ વર્ષમાં થયેલા તમામ વિકાસ કામો તેમની સૂઝ અને દીર્ધ દ્રષ્ટિને કારણે અભારી છે તેમ જણાયેલ.














 ડો. ભરત કાનાબારે પણ પી.પી. સોજીત્રાએ અમરેલી શહેરના વિકાસ માટે કામગીરી માટે ધન્યવાદ પાઠવતાં પી.પી. સાહેબના નેતૃત્વનો લાભ આગામી સમયમાં સમગ્ર અમરેલી જીલ્લાને મળતો થાય તેવી આશા વ્યકત કરી હતી.
    આ કાર્યક્રમમાં માર્કેટ યાર્ડના વાઈસ ચેરમેન શ્રી શૈલેષભાઈ સંઘાણી, ડો.સતાણી સાહેબ, જે.પી. સોજીત્રા, હિંમતભાઈ સરખેદી વિશેષ ઉપસ્થિત રહયા હતા.

    કાર્યક્રમ દરમ્યાન શ્રી પી.પી. સોજીત્રાનું જે વિવિધ ગૃપ દ્ધારા સન્માન કર્યુ હતું તેમાં વોલીબોલ એસોસિએશન, બેડમીન્ટન એસોસિએશન, ક્રિકેટ કોચીંગ ગૃપ, જોગીંગ ગૃપ, યોગા ગૃપ, ''ગુડ મોર્નીંગ'' ગૃપ, લાફીંગ કલબ તથા સમર્થ વ્યાયામ મંદિરના સંચાલક મંડળનો સમાવેશ થાય છે.

    સન્માન કાર્યક્રમમાં ડો. રાજુભાઈ કથીરીયા, ધર્મેન્દ્રભાઈ ગોસ્વામી, ભાસ્કરભાઈ જોબનપુત્રા, અલ્પેશભાઈ અગ્રાવત, મનોજભાઈ કાનાણી, વિક્રમભાઈ આહીર, ડો. નીલેશ ઝાલાવડીયા, ડો.તેજસ બંનજારા, આદમભાઈ, વી.ડી. સરવૈયા, ડો. નીખીલેશ જાની, ડો. સોલંકી સાહેબ, ડો. પરેશ જોષી, ડો. ગોજારીયા સાહેબ, ડો. ચિરાગ કોલડીયા, કિરીટભાઈ દેવમુરારી, આરીફભાઈ, કે.કે. વાળા, રમેશભાઈ પેથાણી, અમીનેશ ડોડીયા, ભરતભાઈ કંસારા, નીલ પી. મહેતા, પ્રશાંત જોષી, ગોૈરવ મહેતા, ઉદયભાઈ ડાવેરા, અજયભાઈ ગીડા, સંજયભાઈ પંડયા, નીલેશભાઈ જોષી, તરંગભાઈ પવાર, નીલેશભાઈ ધાધલ, અનિલભાઈ ઠાકર, સાગરભાઈ રાજયગુરૂ, ડો. ભીંગરાડીયા, મન્સુરભાઈ ગઢીયા, કિશન પંડયા, માનવ રાજયગુરૂ, મયુરભાઈ ગોરખીયા, નીલમભાઈ વામજા, કિશન રામાણી, ઈમરાન નગરીયા, જયદીપ ખુંટ, નીરવ પદમાણી, વત્સલ ઉમૈરઠીયા, આયુષ કાપડીયા, કૃણાલ નાકરાણી, વૈદીપ કાથરોટીયા, નદીમ જીદરાણી, ઈશ્વરભાઈ, કાનજીભાઈ, ભાવિકભાઈ, મેબભાઈ, કલ્પેશભાઈ જોબનપુત્રા, કલ્પેશભાઈ પોપટ, સંજય રામાણી, જીજ્ઞેશ વાંકોતેર, અનિરૂધ્ધ લાલુ, ભાવેશ સોની, નાથુભાઈ, તુષાર પંડયા, ચિરાગ માંડલીયા, દિલાભાઈ સહિત અનેક રમતવીરો અને વ્યાયામ પ્રેમીઓ જોડાયા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન કિરણભાઈ નાંઢાએ કરેલ જયારે કાર્યક્રમનું આયોજન યુવાન અને તરવરીયા કમલેશભાઈ ગરાણીયાએ કર્યુ હતું.
Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/