fbpx
અમરેલી

સરકારી શાળાઓનાં બાળકોને અભ્‍યાસ અને ખાનગી બાળકોને આરામ

અમરેલી જિલ્‍લા સહિત રાજયભરમાં શિક્ષણને લઈને ચાલતી કાર્યવાહીને લઈને શિક્ષણ વિભાગ દ્વારા પ્રસિઘ્‍ધ થતાં અવનવા પરિપત્રથી શિક્ષણકાર્ય સરળ બનવાને બદલે મુશ્‍કેલીરૂપ બની રહયું છે. ઉચ્‍ચ પદાધિકારીઓ કે અધિકારીઓ વાતાનુકુલિન કચેરીમાં બેસીને શિક્ષણના નિયમો બનાવવાને બદલે ગ્રાઉન્‍ડમાં ઉતર્યા બાદ પરિસ્‍થિતિ જાણીને પરિપત્ર બહાર પાડે તે સમયની માંગ છે.

દરમિયાનમાં સ્‍વનિર્ભર શાળાસંચાલક મંડળના પ્રમુખ હસમુખ પટેલે શિક્ષણાધિકારીને પાઠવેલ પત્રમાં જણાવેલ છે કે, પ્રાથમિક નિયામકની કચેરી દ્વારા તા.1પ/7ના રોજ શેરી શિક્ષણ/ ફળીયા શિક્ષણ અંગે વિગતો માંગતો પત્ર દરેક જિલ્‍લા પ્રાથમિક શિક્ષણાધિકારીને કરવામાં આવેલ.

હાલમાં આપણા જિલ્‍લામાં સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો દ્વારા શેરી મહોલ્‍લામાં જઈને નાના નાના ગૃપમાં બાળકોને બોલાવીને શેરી શિક્ષણ કે ફળીયા શિક્ષણ આપવામાં આવી રહયું છે. અને આ કામગીરીના ફોટા શિક્ષણ નિયામકની કચેરીમાં મોકલાઈ રહયા છે. તેમજ સોશ્‍યલ મીડિયામાં પણ આવા ફોટોગ્રાફસ જોવા મળી રહયા છે.

વધુમાં જણાવેલ છે કે, શેરી શિક્ષણ અને ફળીયા શિક્ષણની સાથે સાથે સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકોને બોલાવવામાં પણ આવી રહયા છે અને શાળાના પ્રાંગણમાં શિક્ષણકાર્ય થઈ રહયું છે જે સારી બાબત છે પરંતુ આ બધુ માત્ર સરકારી શાળાઓમાં જ થઈ રહયું છે. ત્‍યારે વાલીઓમાં તેમજ સંચાલક વર્ગમાં ઘણી વિસંગતતાઓ પ્રસરી રહી છે. સરકારી શાળાના બાળકોને અભ્‍યાસ કરવા માટે છૂટછાટ મળી રહી છે. તો ગ્રાન્‍ટેડ કે સ્‍વનિર્ભર શાળાના બાળકોને શિક્ષણકાર્યથી શા માટે દૂર રખાય છે.

વધુમાં જણાવેલ છે કે, હાલમાં કોરોનાની મહામારી પછી સ્‍વનિર્ભર શાળા સિવાયના તમામ સેકટર ધમધમી રહયા છે. તોસ્‍વનિર્ભર શાળા અને સ્‍વનિર્ભર શાળાના બાળકો પ્રત્‍યે શા માટે ઓરમાયુ વર્તન થઈ રહયું છે. આવા સવાલો આજકાલ બહુ ચર્ચિત થઈ રહયા છે. સરકારી શાળાના બાળકોનું શિક્ષણકાર્ય ચાલુ હોય અને સ્‍વનિર્ભર શાળાના બાળકોનું શિક્ષણકાર્ય બંધ હોય છે. ત્‍યારે એક જ શેરીમાં, એક જ મહોલ્‍લા કે એક જ ગામમાં રહેતા એક જ ધોરણના બે વિદ્યાર્થીઓમાં એક વિદ્યાર્થી સાથે અન્‍યાય થઈ રહયો છે. ત્‍યારે કોઈપણ વિદ્યાર્થીના શિક્ષણ મેળવવાના હકકો છીનવાઈ નહીં તેની જવાબદારી આપણા સૌની છે. તો આ અંગે સ્‍વનિર્ભર શાળાઓના બાળકો પણ સરકારી શાળાના બાળકોની જેમ નાના-નાના ગૃપમાં શાળાના પ્રાંગણમાં અભ્‍યાસ મેળવતા થાય એ અંગે યોગ્‍ય પરિપત્ર તત્‍કાલ બહાર પાડવામાં આવે તે સમયની માંગ છે.

તા.1પ/7ના શિક્ષણ નિયામકની કચેરી દ્વારા થયેલ પત્ર તમામ પ્રાથમિક શાળાઓને લાગુ પડે છે કે નહીં તે અંગે પણ તત્‍કાલ સ્‍પષ્‍ટતા કરવા અમારી વિનંતી છે.

વધુમાં જણાવેલ છે કે, શિક્ષણ નિયામકની કચેરી દ્વારા થતા પરિપત્રો આપની કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા જિલ્‍લાની તમામ સ્‍વનિર્ભર શાળાઓને અમલ કરવા માટે સૂચનાઓ અપાય છે. તો શેરી શિક્ષણ ચાલુ કરવા બાબતે સ્‍વનિર્ભર શાળાઓને કોઈ સૂચના આપવામાં આવી નથી. કદાચ આ બાબતે કોઈ ચૂક રહી ગઈ હોય તો તમામ સ્‍વનિર્ભર શાળાઓનેશેરી શિક્ષણ ચાલુ કરવા સૂચના આપવી જોઈએ.

સ્‍વનિર્ભર શાળાઓએ સરકારના શૈક્ષણિક વ્‍યવસ્‍થા તંત્રનો અવિભાજય હિસ્‍સો છે. ત્‍યારે સ્‍વનિર્ભર શાળાના બાળકોની શૈક્ષણિક કારકિર્દીને અને શૈક્ષણિક હિતને ઘ્‍યાનમાં રાખી આ બાબતે આપના દ્વારા યોગ્‍ય નિર્ણય થાય તેવી માંગ અંતમાં કરેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/