fbpx
અમરેલી

અમરેલી તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દવારા વિસ્તૃત કારોબારી સભા યોજાઇ

  આજરોજ અમરેલી તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દવારા ગુજરાત કોંગ્રેસના અગ્રણી અને પુર્વ સાંસદ સ્વ. નવીનચંદ્ર રવાણી અને સહકારી આગેવાન અને અમરેલીના કોંગ્રેસી અગ્રણી સ્વ. શ્રી મોહનભાઈ નાકરાણીની શ્રધ્ધાંજલી સભાનું આયોજન કરવામાં આવેલ હતું

.
આ કાર્યક્રમમાં નેતા વિપક્ષ શ્રી પરેશભાઇ ધાનાણી, ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમર, ધારાસભ્યશ્રી પ્રતાપભાઈ દુધાત, જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી ડી.કે. રૈયાણી, જિલ્લા કોંગ્રેસ પુર્વપ્રમુખશ્રી પંકજભાઇ કાનાબાર, શંભુભાઇ દેસાઇ, પુર્વ ધારાસભ્યશ્રી ઠાકરશીભાઇ મેતલીયા, સ્વ. નવીનચંદ્ર રવાણીના સુપુત્ર અને કોંગ્રેસ અગ્રણીશ્રી ચંદ્રેશભાઇ રવાણી, કુંકાવાવ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખશ્રી રવજીભાઇ પાનસુરીયા, સાવરકુંડલા શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી કિરીટભાઈ દવેની વિશેષ ઉપસ્થિતીમાં યોજાયેલ હતો.

  ઉપસ્થિત તમામ અગ્રણીઓએ સ્વ. શ્રી નવીનચંદ્ર રવાણી અને સ્વ.શ્રી મોહનભાઇ નાકરાણીના સંસ્મરણોને યાદ કરી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા અને કોંગ્રેસના દરેક કાર્યકરને સ્વ. રવાણી સાહેબ અને મોહનભાઇની જેમ સતત કોંગ્રેસપક્ષની વિચારધારાનો વ્યાપ વધારવા મહેનત કરવા સંદેશ આપેલ હતો. 
  અમરેલી તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિની કારોબારી સભા રાષ્ટ્રગાનથી પ્રારંભ કરવામાં આવેલ હતી. ત્યારબાદ સ્વ. શ્રી નવીનચંદ્ર રવાણી અને સ્વ.શ્રી મોહનભાઇ નાકરાણીને ઉપસ્થિત તમામ કોંગ્રેસ કાર્યકરોએ પુષ્પાંજલી અર્પણ કરી હતી.

  તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખશ્રી મનીષભાઇ ભંડેરીએ ઉપસ્થિત તમામ કોંગ્રેસી કાર્યકરોને હાલની સાંપ્રત સમસ્યા જેવી કે, ખેડૂતોના પ્રશ્નો, મોંઘવારી, બેરોજગારી અને ભાજપ સરકારની નિતી, રીતીઓ વિશે માર્ગદર્શન આપેલ હતું. 

  પુર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી પંકજભાઇ કાનાબાર દવારા ખેડૂતોના દેવામાંથી અને અસહય મોંઘવારી, પેટ્રોલ–ડીઝલના કુદકે અને ભુસકે વધતા ભાવો નો વિરોધ કરવા માટેનો ઠરાવ રજુ કરવામાં આવેલ હતો. 

  અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખશ્રી સંદીપભાઇ પંડયા દવારા વધતી જતી બેરોજગારી અને કોરોનામાં મૃત્યુ પામેલ સ્વજનોને રૂા. ૪ લાખની સહાય સરકારશ્રી તરફથી આપવામાં આવે તે બાબતનો ઠરાવ રજુ કરવામાં આવેલ હતો. 

  ઉપરોકત ચારેય ઠરાવને ઉપસ્થિત તમામ કોંગ્રેસી કાર્યકરોએ બહાલી આપેલ હતી અને ભાજપ સરકાર સામે લોકહિતના પ્રશ્ને સતત લડતા રહેવાનો નિર્ધાર વ્યકત કરવામાં આવેલ હતો. 

  આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી ડી.કે. રૈયાણીએ ઉપસ્થિત તમામ અગ્રણીઓ અને કાર્યકરોને જણાવેલ હતું કે, કોંગ્રેસનો દરેક કાર્યકર તન, મન, ધનથી પક્ષ માટે કાર્ય કરે, એવી અપીલ કરેલ હતી. 

 આ તકે નેતા વિપક્ષશ્રી પરેશભાઇ ધાનાણી, ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુંમર, ધારાસભ્યશ્રી પ્રતાપભાઈ દુધાતે સ્વ. કોંગ્રેસ અગ્રણીઓને શ્રધ્ધાંજલી આપી લોકપ્રશ્ને સતત લડતા રહેવાની કાર્યકરોને શીખ આપેલ હતી.

કાર્યક્રમની આભારવિધી જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ પરેશભાઈ ભુવાએ કરેલ હતી. જિલ્લા મહામંત્રીશ્રી જનકભાઇ પંડયાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમને સફળ બનાવવામાં શિક્ષક સેલના પ્રમુખશ્રી વસરા સાહેબ, તાલુકા કોંગ્રેસ મહામંત્રીશ્રી વિપુલભાઇ પોંકીયા, વસંતભાઇ કાબરીયા અને જમાલભાઇ મોગલે જહેમત ઉઠાવી હતી.
Follow Me:

Related Posts

 • https://josefinohrn.com/
 • https://marwaricollege.ac.in/css/
 • https://lesphinxparis.com/
 • https://consultas-amor.com/
 • https://grupo-ottozutz.com/
 • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
 • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/