fbpx
અમરેલી

તૌકતે વાવાઝોડા માં ખોરવાયેલ ૧ લાખ ખેડુતો નો વિજપુરવઠો પ૦ દિવસમાં પુર્વવત કરતું વિજતંત્ર

મે માસ માં આવેલ “તૌકતે” વાવાઝોડા થી પીજીવીસીએલ અમરેલી વર્તુળ કચેરીના કાર્યક્ષેત્ર ના
અમરેલી જીલ્લા ના અમરેલી – લાઠી –લીલીયા –બાબરા–કુ ંકાવાવ–ધારી–બગસરા–સાવરકુ ંડલા–
ખાંભા–રાજુલા અને જાફરાબાદ તેમજ ગીર સોમનાથ જીલ્લા ના ઉના , ગીરગઢડા, કોડિનાર તાલુકા ના
ગામો ને વિજપુરવઠો પુરો પાડતા ખેતીવાડી ફિડરો માં મોટા પ્રમાણમાં નુકશાન પામેલ હતુ ં. “તૌકતે”
વાવાઝોડા ની તિવ્રતા ના કારણે આ પૈકી ઘણી જગ્યા એ ૧૧ કે.વી લાઈનો –ટ્રાન્સફોર્મર – હળવા દબાણ
ની લાઈનો સંપુર્ણપણે જમીન દોસ્ત થઈ ગયેલ હતી.


જે તે તાલુકા ના ગામડાઓ માં જયોતિગ્રામ વિજપુરવઠો પુન: સ્થાપન ની કામગીરી પુર્ણ કર્યા બાદ
ખેતીવાડી વિસ્તારમાં વિજપુરવઠો પુન: સ્થાપિત કરવાની કામગીરી પુરજોશ માં યુધ્ધના ધોરણે શરૂ
કરવામાં આવેલ હતી. જેના પરિણામ સ્વરૂપ તા. ૧૭/૭/ર૦ર૧ ના રોજ અમરેલી જીલ્લા ના કુલ
૮પ૧૮૮ ગ્રાહકો નો વિજપુરવઠો શરૂ કરી આપવામાં આવેલ છે અને ગીર સોમનાથ જીલ્લા ના ૧૪૮૧ર
ગ્રાહકો નો વિજપુરવઠો શરૂ કરવામાં આવેલ છે. આમ અમરેલી વર્તુળ કચેરી ના કાર્યક્ષેત્ર માં કુલ
૧,૦૦,૦૦૦ – એક લાખ ગ્રાહકો નો વિજપુરવઠો શરૂ કરવામાં આવેલ.


અત્યંત વિકટ પરિસ્થિતિ માં ચોમાસા – ચાલુ વરસાદ વચ્ચે પણ વિજકર્મીઓ , કોન્ટ્રાકટર્સ દ્વારા
નદી–તળાવો માં તરી ને વિજ નેટવર્ક યથાવત કરવામાં આવેલ હતુ ં. ઘણી જગ્યાએ વાવણી થઈ ગયેલ
હોય ખેડુતો ના પાક ને નુકશાન ન થાય તે રીતે “જાજા હાથ રળીયામણાં” કહેવત ને સાચી પાડી
સામુહિક શ્રમ થી પોલ ખેતરો માં પહોંચાડવામાં આવેલ હતા. વિજતંત્ર ની દિવસ–રાત જોયા વગર ની
અવિરત કામગીરી થી માત્ર પ૦ દિવસ માં જ ૧,૦૦,૦૦૦ – ખેડુતો ને આજરોજ પિયત ની સાચી
જરૂરીયાત સમયે વિજપુરવઠો મળી શકેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/