સંગઠન માળખુ નવુ બનાવવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે. રૈયાણીએ કવાયત હાથ ધરી.
અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિનું સંગઠન ડીઝોલ્વ થયેલ હોય, નવેસરથી સંગઠન સુદ્રઢ બનાવવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે.
રૈયાણીએ કવાયત હાથ ધરી છે. અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ તથા કોંગ્રેસના વિવિધ સેલ ફ્રન્ટલના હોદેદારોની નિમણુંક કરી જિલ્લા સ્તરેથી ગ્રામ્યકક્ષા સુધીના કોંગ્રેસપક્ષમાં સક્રીય યોગદાન આપનારા અગ્રણીઓ અનેકાર્યકરોને સંગઠન માળખામાં સમાવવા ડી.કે. રૈયાણીએ અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, પ્રદેશ સમિતિમાં નિયુકત પદાધિકારીઓ, પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખો, પૂર્વ જિલ્લા પંચાયત/તાલુકા પંચાયત/ નગરપાલિકા પ્રમુખો, જિલ્લા પંચાયત / તાલુકા પંચાયત / નગરપાલિકાના પ્રમુખો, વર્તમાન અને પૂર્વ જિલ્લા પંચાયત /તાલુકા પંચાયત / નગરપાલિકાના સદસ્યો, સંગઠનના વિવિધ હોદા પર કાર્ય કરી ચુકેલા પૂર્વ પદાધિકારીઓ અને જિલ્લાના કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરો પાસેથી લેખિત અભિપ્રાય મેળવવા કાર્યવાહી શરૂ કરેલ છે.
નવા સંગઠનમાં યુવાનો, મહિલાઓ અને પક્ષના પાયાના સનિષ્ઠ અગ્રણીઓને વિશેષ પ્રાધાન્ય આપી, વરિષ્ઠ અગ્રણીઓના
સુચારૂ માર્ગદર્શન દવારા અમરેલી જીલ્લામાં કોંગ્રેસ પક્ષનું સંગઠન સુદ્રઢ બનાવી હાલમાં ભાજપ સરકારની કિન્નાખોરી, મોંઘવારી, બેરોજગારી અને કૃષિક્ષેત્રના પ્રશ્નોને ઉજાગર કરવા વિશેષ મહેનત કરવા આતુર કાર્યકર્તાઓની ટીમ દવારા જન–જન સુધી કોંગ્રેસપક્ષની વિચારધારાનો વ્યાપ વધારવા ડી.કે. રૈયાણીએ નિર્ધાર વ્યકત કરેલ છે અને જણાવેલ છે કે, કોંગ્રેસના તમામ અગ્રણીઓ અને કાર્યકરો ખંભેખંભા મિલાવી એકજુઠ થઇ ને ભાજપને હરાવવા અને ભાજપ સરકારની પ્રજાવિરોધી નિતી રીતિને પ્રજા સમક્ષ પહોંચાડવા સક્ષમ છે.
ઉપરોકત વિગતે જિ૬ત્સિલા કોંગ્રેસ સમિતિ અને સેલ ફ્રન્ટલમાં સમાવેલ કરવા લાયક અગ્રણીઓ અને કાય૬/ગ્:ત્સકરોની યાદી ઉપર જણાવેલ કોંગ્રેસના તમામ ચુંટાયેલા અગ્રણીઓ અને સંગઠનના અગ્રણીઓએ દિન – ૧૦ માં ડી.કે. રૈયાણી, પ્રમુખ અમરેલી જિલ્લા કોંગ્રેસ, હળ: હોટેલ દશ૬/ગ્:ત્સન, કેરીયા રોડ, અમરેલી ખાતે પહોંચાડવા ડી.કે. રૈયાણીએ અપીલ કરેલ છે.
Recent Comments