fbpx
અમરેલી

વાંસીયાળીના આરોગ્યકર્મીની સમય સુચકતાએ એક માતા અને બાળકનો જીવ બચાવ્યો. પ્રસુતિની પીડા ઉપડતા દરમિયાન ગંભીર લક્ષણો જણાતા આરોગ્યકર્મીએ દર્દીને ૧૦૮ મારફતે અમરેલી ખસેડ્યા

પ્ર

અમરેલીના સાવરકુંડલા તાલુકાના વાંસીયાળી ગામના ૨૪ વર્ષીય સર્ગભા માતા સુફિયાબેન તોફીકભાઈ મકવાણાને પુરા મહિને પ્રસુતિની પીડા ઉપડતા દરમિયાન ચહેરા ઉપર સોજો, આંખમાં લોહીનાં ડાઘ, હાઈબીપી જેવા લક્ષણો જોવા મળતા આરોગ્ય કેન્દ્ર ખાતે એએનએમ તરીકે ફરજ બજાવતા આરોગ્યકર્મી જયાબેન બગડાએ તાત્કાલિક સમય સૂચકતા વાપરી ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા રાધિકા હોસ્પીટલ અમરેલી ખાતે ખસેડવામાં આવ્યા હતા.

રીફર કરતાં પહેલા અમરેલી રાધિકા હોસ્પીટલને અગાઉથી જાણ પણ કરી દેવામાં આવતા ફરજ ઉપરનો સ્ટાફે પૂરતી કાળજી લઇ તાત્કાલિક સગર્ભા માતાને દાખલ કરી સીઝેરીયન પદ્ધતિ દ્વારા ડિલીવરી કરી હતી. સુફિયાબેને ૨.૬૦૦ કિગ્રાના સ્વસ્થ પુત્રનો જન્મ આપ્યો હતો. બાળક જન્મતા સમયે પાણી પી જતાં અને આ બાળકનું ઓકિસજન લેવલ ડાઉન થતા તાત્કાલીક ભાવનગર સર ટી. હોસ્પીટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે. હાલ માતા તથા બાળકની તબિયત સ્થિર છે. આમ એક એએનએમની સમય સૂચકતાથી માતામરણ અને બાળમરણ અટકાવી શકાયા છે. જેથી દરેક સગર્ભા માતાઓને આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવે છે કે, તેમની સમયાંતરે નજીકની સરકારી હોસ્પીટલમાં નિયમિત કરાવવી જોઈએ અને આ તપાસ દરમ્યાન જો કોઈને હાઈપરટેન્શન, હિમોગ્લોબીનની ઉણપ, વજન ઓછુ હોવુ જેવી તકલીફ જણાઈ તો તેની સમયસર સારવાર કરાવવામાં આવે તો અમરેલી જિલ્લામાં માતામરણ અને બાળમરણ અટકાવી શકાય.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/