ડ્રેગન ફ્રુટનો વાવેતર વિસ્તાર વધારવા માટેની ખાસ સહાય મેળવવા અરજી કરવી
બાગાયત ખાતાની વિવિધ યોજાનાઓ હેઠળ ડ્રેગન ફ્રુટ એટલે કે કમલમ ફ્રુટનો વાવેતર વિસ્તાર વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી પ્લાન્ટીંગ મટીરીયલ્સ સહાય યોજના નો લાભ મેળવવા બાગાયતદાર ખેડૂતમિત્રોએ આઇ-ખેડુત પોર્ટલ તા.૩૧/૦૮/૨૦૨૧ સુધીમાં i-khedut પોર્ટલ http://ikhedut.gujarat.gov.in પર અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરી તેની નકલ તથા જરૂરી સાધનિક પુરાવાઓ જેવા કે ૭/૧૨,૮-અ, આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ જિલ્લાની નાયબ બાગાયત નિયામકની કચેરી ખાતે રજુ કરવાની રહેશે. આ અંગે વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી અમરેલીનો ફોન નં. (૦૨૭૯૨-૨૨૩૮૪૪) ઉપર સંપર્ક સાધવાનો રહેશે
Recent Comments